Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇન્સટન્ટ લોનના નામે 10 ફ્રોડ કંપનીઓ ઊભી કરી કરોડોની છેતરપિંડી, 5ની અટકાયત

ચીનથી ચાલતા આંતરરાષ્ટ્રીય રેકેટમાં ટોળકીના સભ્યોની વડોદરા સાઇબર ક્રાઇમે અટકાયત કરી

aaspassdaily by aaspassdaily
2023-05-02 10:39:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં ઇન્સટન્ટ લોન એપ્લિકેશન અને ઇન્વેસ્ટમેન્ટના ઓથા હેઠળ ચીનથી ચાલતા આંતરરાષ્ટ્રીય રેકેટમાં ટોળકીના 5 સભ્યોની વડોદરા સાઇબર ક્રાઇમે અટકાયત કરી છે. આરોપીઓએ 10 જેટલી ફ્રોડ કંપનીઓ ઉભી કરી હતી અને અત્યાર સુધીમાં 10 કંપનીઓના 33 બેન્ક એકાઉન્ટ મારફતે 67 લોકો સાથે છેતરપિંડી કરી હતી અને તેની દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઇમ રજિસ્ટ્રેશન પોર્ટલમાં અરજીઓ પણ થઈ હતી.
અઠવાડિયા પહેલાં વડોદરાના વાસણા-ભાયલી રોડ પર રહેતા 24 વર્ષીય યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં અમારી દુકાનમાં નુકસાન થયું હોવાથી મારે લોનની જરૂર હતી. તેથી મેં લોન લેવા માટે સ્મોલ ક્રેડિટ-બડ્ડી કેસ અને લાઇટનિંગ રુપી-સિક્યોર લોન એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને સ્મોલ ક્રેડિટ-બડ્ડી કેસમાંથી એપ્લિકેશનની સિસ્ટમમાં ગોલ્ડ મની, ડ્યુઅલ કેસ, ન્યૂ ક્રેડિટ, તારા રુપી અને ફેમિલી લોનમાંથી 2.64 લાખની લોન લીધી હતી. ત્યારબાદ લોનના નાણા અને વધુ વ્યાજ ભરવા માટે મારી પાસે વધારે પૈસાની માંગણી કરી હતી. જેથી મેં વધારે પૈસા ભર્યાં હતા. પરંતુ આ લોકોએ મારા ફોટોનો દુરુપયોગ કર્યો હતો અને મારા ફોટોને ન્યૂડ ફોટોમાં એડિટ કરીને તેના ઉપર મારા માતા અને બહેન વિશે અભદ્ર શબ્દો લખ્યા હતા અને મને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. તેથી મેં મારા એકાઉન્ટમાંથી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા.
એસીપી સાયબર ક્રાઇમ એચ.એસ. માકડિયાએ જણાવ્યુ હતુ કે, 5 આરોપી પૈકી ઉમંગ પટેલ ચાઇનીઝ લોકો સાથે સપ્ટેમ્બરથી ટેલિગ્રામ મારફતે સંપર્કમાં હતો અને કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલીને યુઝર આઇડી અને પાસવર્ડ બનાવીને આપતો હતો અને રૂપિયા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. ઉમંગ પટેલ માર્ચ મહિનામાં મલેશિયાના કુઆલાલુમ્પુરમાં ચાઇનીઝ લોકોને મળ્યો હતો એનું એક ફૂટેજ પણ અમારી પાસે છે. આ ઉપરાંત દેશમાંથી લોકો પાસેથી છેતરપિંડી કરીને ભેગા કરાયેલા રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્ટફર કરીને દેશની બહાર મોકલવામાં આવતા હતા. શોએબ પટેલ અને અહમદ ચોકસી સુરતમાં રોજ 20 લાખ રૂપિયા યુએસડીટીમાં કનવર્ટ કરાવતા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ચાઇનીઝ લોકોએ ઉમંગ પટેલ પાસે રોજના 1.6 કરોડ રૂપિયા યુએસડીટી કનવર્ટ કરવાની ડિમાન્ડ પણ કરી હતી, અહમદુલ્લા ચોક્સી અને શોએબ પટેલ આ પૈસાને કેસ કરાવીને આરતી આંગણીયામાં કામ કરતા નીતિન પટેલને જમા કરાવતા હતા. ત્યારબાદ ચાર્ટ્ડ એકાઉન્ટ અમિત ગોયલને કન્ફર્મેશન આવતુ હતુ કે, પેમેન્ટ આવી ગયું છે. વોલેટ મારફતે રોજના 15થી 20 લાખ રૂપિયા ચીન મોકલવામાં આવતા હતા. આ એપ ચાઇનીઝ દ્વારા ડેવલપ કરવામાં આવે છે અને પ્લે સ્ટોર પર મૂકવામાં આવે છે. એનું સર્વર ઇન્ડિયાની બહાર હોસ્ટ કરવામાં આવે છે.

Previous Post

સ્ટેજ પર આવીને પોલીસે AR રહેમાનને ગીત ગાતો અટકાવ્યો

Next Post

રાજદ્રોહના કાનૂનના ઉપયોગ સામે સુપ્રીમનો ‘સ્ટે’ યથાવત

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
રાજદ્રોહના કાનૂનના ઉપયોગ સામે સુપ્રીમનો ‘સ્ટે’ યથાવત

રાજદ્રોહના કાનૂનના ઉપયોગ સામે સુપ્રીમનો ‘સ્ટે’ યથાવત

ધો.12 સાયન્સનું 65.58% પરિણામ: સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે

ધો.12 સાયન્સનું 65.58% પરિણામ: સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.