ભાવનગરના શિક્ષણજગતને કલંકિત કરનાર ચકચારી ડમી પરીક્ષાર્થી કૌભાંડના પડઘા હવે રાજ્યભરમાં પડ્યા છે ત્યારે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની નિમણૂક કરવામાં આવી હતી અને તેમને નિમણૂક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા. ત્તયારે CMના હસ્તે નિમણુક પત્ર મેળવનાર MPHWનું ક્રોસ વેરિફિકેશન થશે, ડમીકાંડમાં સામેલ હશે તો નોકરી જશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ડમીકાંડમાં કુલ 16 ઉમેદવારોના નામ સામે આવ્યા હતા. જેમાં MPHWની પરીક્ષામાં ચાર લોકો સિલેક્ટ થયા હતા પરંતુ તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા ન હતા. હાલ જે લોકોને CM પટેલના હસ્તે નિમણૂક પત્ર પત્ર મળ્યા છે. તેમની નોકરી શરૂ થયા બાદ તેમનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે. તેના ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે FSL ખાતે પરીક્ષણ કરવામાં આવશે. તેમના પરીક્ષાના પરિણામના રેકોર્ડ પણ ચકાસવામાં આવશે અને જો એમાં ગરબડ હશે તો નિમણુંક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે