Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજાના તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી માર્યો

તલ્લી ગામે ભરેલા અગ્નિ જેવો માહોલ : રોડ પર કંપનીના વાહન ચલાવવા પ્રતિબંધ ન મુકાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, મસ મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે

aaspassdaily by aaspassdaily
2023-05-05 14:41:14
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૫

તળાજા તાલુકાના તલ્લી ગામે આજે સવારે અગીયારેક વાગ્યાના સુમારે પસાર થઈ રહેલ અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયુ હતું. આ બનાવ બનતાની સાથે જ તલ્લી સહિતના આજુ બાજુના ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે તલ્લી ગામે છેલ્લા કેટલાય સમયથી માઈનિંગ સાથે ગામમાં પસાર થઈ રહેલા ભારે વાહનોને બંધ કરાવવા આંદોલન સાથે દેકારા ચાલી રહ્યા છે દરમિયાન આજે અકસ્માતનો બનાવ બનતા લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. બનાવ અંગે લોકોનો વધુ રોષ થાય તે પહેલા ડીવાયએસપી સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના તલ્લી ગામે છેલ્લા કેટલા સમયથી અલ્ટ્રાટેક કંપનીના ભારે વાહનો બાયપાસના બદલે ગામમાંથી ચલાવાતા વિરોધ થઈ રહ્યો છે દરમિયાન આજે તલ્લી ગામે માતાજીનો માંડવો હોય આજુબાજુના ગામના અનેક લોકો તલ્લી ગામે આવ્યા હતા. જેમાં પાવઠી ગામે રહેતા પરશોત્તમભાઈ બારૈયા નામના વ્યÂક્ત પોતાનું બાઈક નં.જીજે.૪ એકે ૮૯૨૬ લઈને તલ્લી ગામે આવી રહ્યા હતા ત્યારે અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર નં. જીજે ૧૪ જેડ ૭૭૭૧ના ચાલકે પુરપાટ ઝડપે બેફિકરાઈથી ડમ્પર ચલાવી બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક પરશોત્તમભાઈ બારૈયાને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતું. બનાવ બનતાની સાથે જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને થોડીવારમાં તો આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં રોષભેર એકઠા થઈ જતા ચક્કાજામ થઈ જવા પામેલ બનાવની જાણ થતા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પરિÂસ્થતીને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરાયા હતા.


પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવવા પ્રયત્નો કરતા ગ્રામજનો દ્વારા તલ્લી ગામના રોડપરથી કંપનીઓના વાહનો ચલાવવા પર પ્રતિબંધ ન લગાવાય અને તેની લેખીત ખાતરી ન મળે ત્યાં સુધી મૃતદેહ Âસ્વકારવાનો ઈન્કાર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે એસપી, કલેકટર અને કંપનીના મેનેજમેન્ટના જવાબદાર સહિત લોકો ન આવે ત્યાં સુધી મામલો થાળે નહી પડે તેવું ગ્રામજનોએ જણાવેલ આમ બપોર સુધી અકસ્માતના મામલે તલ્લી ગામે ભારેલા અગ્નીજેવો મહાલો રહેવા પામ્યો છે.
તસવીરો : મથુર ચૌહાણ

Previous Post

પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ

Next Post

બદલાતા હવામાનને કારણે સુકી ઉધરસ થઈ જાય છે? સૂકી ઉધરસથી આ રીતે છુટકારો મેળવો

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
બદલાતા હવામાનને કારણે સુકી ઉધરસ થઈ જાય છે? સૂકી ઉધરસથી આ રીતે છુટકારો મેળવો

બદલાતા હવામાનને કારણે સુકી ઉધરસ થઈ જાય છે? સૂકી ઉધરસથી આ રીતે છુટકારો મેળવો

કરીના કપૂર રિલેશનશિપ માટે જ્યારે શાહિદની પાછળ પડી ગઈ હતી! વીડિયોમાં પોતે કબૂલાત કરી….

કરીના કપૂર રિલેશનશિપ માટે જ્યારે શાહિદની પાછળ પડી ગઈ હતી! વીડિયોમાં પોતે કબૂલાત કરી....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.