શું નીતિશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સને હરાવી શકશે? શું શિખર ધવનની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામેની હારમાંથી બહાર આવી શકશે? વાસ્તવમાં, બંને ટીમો મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા ઈચ્છે છે. પંજાબ કિંગ્સના 10 મેચમાં 10 પોઈન્ટ છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સના 10 મેચમાં 8 પોઈન્ટ છે. નીતિશ રાણાની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે.
શું કહે છે બંને ટીમોના આંકડા?
આંકડા દર્શાવે છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ આઈપીએલ ઈતિહાસમાં 31 વખત સામસામે આવી ચુક્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 20 મેચમાં હરાવ્યું છે. જ્યારે પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 11 મેચમાં હરાવ્યું છે. આ રીતે, આંકડાઓ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સ સામે મોટો ફાયદો છે, પરંતુ શું શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ આ મેચમાં વળતો હુમલો કરી શકે છે? જોકે, આ મેચમાં કઈ ટીમને સફળતા મળે છે તે તો સમય જ કહેશે, પરંતુ ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે.
શું પંજાબ કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી શકશે?
આ સિવાય પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો સર્વોચ્ચ સ્કોર 245 રન છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સનો સર્વોચ્ચ સ્કોર 214 રન છે. પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો સૌથી ઓછો સ્કોર 109 રન છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સનો ન્યૂનતમ સ્કોર 119 રન છે. જો કે, આ સીઝનમાં જ્યારે બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી હતી, તે મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું હતું.
RR vs SRH: અબ્દુલ સમદે અંતિમ બોલ પર સિક્સ ફટકારી હૈદરાબાદને અપાવી જીત, રાજસ્થાનની છઠ્ઠી હાર
સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. IPL 2023ની 52મી મેચમાં રાજસ્થાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અબ્દુલ સમદના સિક્સની મદદથી છેલ્લા બોલમાં 217 રન બનાવ્યા હતા અને મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદના 10 મેચમાં આઠ પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે. તે જ સમયે, રાજસ્થાનની ટીમ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે અને મુશ્કેલીમાં દેખાઈ રહી છે.






