અમૃતસર હરિમંદીર સાહીબની બહાર શનિવારે મોડીરાત્રે એક વિસ્ફોટ થયો હતો.જેમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ ઘટનાના 30 કલાકમાં જ સવારે સાડા 6 વાગ્યે એ જ સ્થળે ફરી વિસ્ફોટ થયો હતો. બન્ને વિસ્ફોટ ઓછી તિવ્રતાના હતા. પણ વિસ્ફોટક કોઈ કન્ટેનરમાં લાવવામાં આવ્યા હતા જે સારાગઢીનાં પાર્કીંગમાં રાખવામાં આવ્યા હતા.તેવો ખુલાસો ડીજીપી ગૌરવ યાદવે કર્યો છે.
તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે મીડીયાને જણાવ્યું હતું કે અમે પુરી ઘટનાની વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રહ્યા છીએ.ઘટનાસ્થળે કોઈ પણ ટ્રાઈગ્નિગ કે ડીટોનેટર નથી મળ્યા તપાસ થઈ રહી છે. આ ઘટના કોઈની તોફાની કૃત્ય છે કે કોઈ સંગઠીત રીતે વિસ્ફોટ કરાયો છે કે અન્ય કોઈ મોડયુલ છે. વિસ્ફોટમાં પોટેશીયમ સલ્ફેટ અને સલ્ફર મળવાની વાત પર ડીજીપીએ જણાવ્યું હતું કે આ બજારમાં સામાન્ય રીતે મળી રહે છે.પંજાબનો માહોલ કરવાનું કોઈનું કૃત્ય નથીને તેની તપાસ થશે.





