Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગર: હથિયારો સાથે બિનવારસી કાર વિજાપુરના જિતેન્દ્ર પટેલની

જીતેન્દ્ર પટેલ રીઢો ગુનેગાર, ત્રણ મર્ડર કરી ચૂક્યો છે.

aaspassdaily by aaspassdaily
2023-05-10 10:29:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગઈકાલે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી બિનવારસી કારમાંથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા. આ બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. આખરે સામે આવ્યું કે, આ કાર જિતેન્દ્ર પટેલની છે. જેની ધરપકડ કરવામાં આવી છે.
ગઈકાલે સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી હતી. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર પાર્ક કરાયેલી હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 2 રિવોલ્વર, 2 દેસી ક્ટ્ટા, 300 જીવતા કારતૂસ મળ્યા હતા. હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગઈ છે. જેના બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. ફલેટમાંથી અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની હ્યન્ડાઈ કાર મળી હતી. કાર પર ધૂળ જમા થયેલી હતી અને લાંબા સમયથી પાર્ક કરાયેલી હતી.
કાર મળી આવ્યા બાદ ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરતા સાંજ સુધી કારનો માલિક મળી આવ્યો હતો. કાર જીતેન્દ્ર પટેલ નામના શખ્સની હતી. સમગ્ર મામલે રેન્જ આઇજી અભય ચૂડાસમાએ જણાવ્યું કે, આટલા હથિયારો શા માટે લાવ્યો હતો તે બાબતે તપાસ ચાલુ છે અને પેન ડ્રાઈવ અને અન્ય ચીજો મળી આવી હતી. ગુજરાત ATSમાં પણ ગુનો નોંધાયેલો છે અને અગાઉ આ આરોપી સામે ગુનો નોંધાઇ ચુક્યો છે. તેમજ સ્થાનિકોની જાણકારી બાદ ગુનો રજીસ્ટર થયો હતો.
તેમણે કહ્યું કે, જીતેન્દ્ર પટેલ રીઢો ગુનેગાર છે. તેનો ગુનાહિત ઈતિહાસ છે અને ત્રણ મર્ડર કરી ચૂક્યો છે. ગુજરાત એટીએસમાં પણ એક હથિયારનો તેના પર ગુનો દાખલ છે. તે મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હોવાની વાત સામે આવી છે. વર્ષોથી ગાડી ત્યાં પડી હતી. તે પોતે એક વર્ષથી ભાડુઆત તરીકે રહી ચૂક્યો છે. એક વર્ષ પહેલાં જેલમાંથી છુટ્યો હતો. તે મૂળ વિજાપુરનો વતની છે અને હાલ અમદાવાદના ઘોડાસરમાં તેનું મકાન છે. સરગાસણના સ્વાગત એફર્ડમા બિન વારસી કાર અને હથિયાર મળી આવી હતી. કારની ડિટેલ સર્ચ કરતા અલગ અલગ ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેમાં જીતેન્દ્ર પટેલ નામનો માણસ આ કારનો માલિક હતો. જિતેન્દ્ર પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીતેન્દ્ર પટેલે લોકડાઉન પહેલા આ હથિયાર મંગાવ્યા હતા. આરોપી જૂનો ગુનેગાર છે, અગાઉ ત્રણ જેટલી હત્યાના ગુનામાં જોડાયેલ છે. સગીર છોકરીનું અપહરણ કરીને ભગાડી જવાનો અને ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ ગુનામાં જોડાયેલ છે.

Previous Post

કેન્સરના દર્દીઓનો વધુ સારી સુવિધા આપવા 70 કરોડ ફાળવણી કરવાનો નિર્ણય

Next Post

રાજ્યમાં પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
રાજ્યમાં પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતા

રાજ્યમાં પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતા

બિલકિસ બાનો કેસની સુનાવણી 11 જુલાઈએ

બિલકિસ બાનો કેસની સુનાવણી 11 જુલાઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.