દિલ્હીમાં કોણ સૌથી વધુ પાવરફૂલ ? મુખ્યમંત્રી કે લેફ્ટનન્ટ ગવર્નર ? જે બાબતે હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપતા કહ્યું કે, દિલ્હી સરકારને ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આપેલા ચુકાદાનું મહત્વનું તારણ,ચૂંટાયેલી સરકારની સલાહ પર LG શાસન ચલાવે. મુખ્ય ન્યાયાધીશે બંધારણીય બેંચનો ચુકાદો આપતાં કહ્યું કે, દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલો સાથે વ્યવહાર કરવો જરૂરી છે. NCTD એક્ટની કલમ 239aa અધિકારોની ખૂબ જ વિશાળ શ્રેણીને વ્યાખ્યાયિત કરે છે. 239aa વિધાનસભાની સત્તાઓને પણ યોગ્ય રીતે સમજાવે છે. જેમાં ત્રણ વિષયોને સરકારના અધિકારક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે.
CJIએ કહ્યું, આ તમામ જજોની સહમતિથી બહુમતીનો નિર્ણય છે. આ માત્ર સેવાઓ પર નિયંત્રણની બાબત છે. અધિકારીઓની સેવાઓ પર કોનો અધિકાર છે? CJIએ કહ્યું, અમારી સામે સીમિત મુદ્દો એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં સેવાઓ પર કોનું નિયંત્રણ રહેશે? 2018નો ચુકાદો આ મુદ્દે સ્પષ્ટતા પ્રદાન કરે છે પરંતુ કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોનો સામનો કરવો જરૂરી છે. કલમ 239AA વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. – CJIએ કહ્યું, NCT સંપૂર્ણ રાજ્ય નથી. આવી સ્થિતિમાં રાજ્ય પ્રથમ યાદીમાં આવતું નથી. NCT દિલ્હીના અધિકારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. CJIએ કહ્યું કે, વહીવટને GNCTDના સમગ્ર વહીવટ તરીકે ન સમજી શકાય. અન્યથા ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી પડી જશે.
નોંધનીય છે કે, આ નિર્ણય દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને તેમની બદલીના અધિકારની માંગ કરતી દિલ્હી સરકારની અરજી પર આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય દિલ્હીમાં વહીવટી સેવાઓને નિયંત્રિત કરવાના અધિકાર સાથે પણ સંબંધિત હશે. કોર્ટે 18 જાન્યુઆરીએ આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની મહત્વની વાતો…
– દિલ્હી અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો કરતા અલગ છે કારણ કે અહીં એક ચૂંટાયેલી સરકાર છે. દિલ્હી સરકારને એ જ શક્તિઓ છે જે દિલ્હી વિધાનસભાને મળેલી છે. પ્રશાસનિક વ્યવસ્થા ચૂંટાયેલી સરકાર પાસે હોવી જોઈએ.
– એક્ઝિક્યુટિવ મામલે અધિકાર એલજી પાસે. ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ અને સહાયતા સાથે કામ કરશે.
– આદર્શ સ્થિતિ એ હશે કે દિલ્હી સરકારને અધિકારીઓ પર નિયંત્રણ મળે. પોલીસ અને કાયદો વ્યવસ્થા તથા જમીન જે દિલ્હી સરકારના દાયરામાં નથી આવતા તે સિવાય અન્ય અધિકારીઓ પર અધિકાર દિલ્હી સરકારને મળવા જોઈએ.
– ચીફ જસ્ટિસે ચુકાદો વાંચતા કહ્યું કે જો રાજ્ય સરકારનું પોતાના આધિન અધિકારીઓ પર નિયંત્રણ નહીં હોય તો તેઓ ઠીકથી કામ કરશે નહીં. તેઓ સરકારની વાત નહીં માને.
– જો ચૂંટાયેલી સરકાર હોય તો તેને શક્તિ મળવી જોઈએ.





