અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે. કેલિફોર્નિયાના ઉત્તરી વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જો કે, હાલમાં ભૂકંપથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભારતીય સમય અનુસાર ભૂકંપ 12 મેના સવારે સાડા ચાર કલાકે આવ્યા હતો. ઉત્તરી કેલિફોર્નિયામાં ગુરુવાર બપોરે લગભગ 4.19 કલાકે 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેના ઝટકા પ્રશાંત તટ અને ખાડી વિસ્તારના અમુક ભાગની સાથે સાથે નેવાદા રાજ્યના ઉત્તરી અડધા ભાગમાં અનુભવાયા હતા.
નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, કેલિફોર્નિયા ભૂકંપથી સંબંધિત કોઈ સુનામી ચેતાવણી, સલાહ અથવા ખતરાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. આ અગાઉ ઉત્તરી ફેલિફોર્નિયાના તટ પર ગત વર્ષે 20 ડિસેમ્બરે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.4 હતી. ભૂકંપના આટલા તેજ ઝટકાનો શિકારમાં એક પુલ અને કેટલાય રસ્તા તૂટી ગયા હતા. ભૂકંપમાં ચાલતા શહેમાં ગેસ રિસાવની ઘટના પણ સામે આવી. વીજળીની લાઈન પડવાથી અને ઈમારતમાં આગ લાગી ગઈ હતી.



