પાવાગઢ માચી ખાતે અઠવાડિયાની અંદર જ બીજી વખત રેન બસેરાનો અન્ય એક ભાગ ટૂટી પડ્યો છે. જેમાં ચાર મજુરો કાટમાળ નીચે દટાઈ ગયા છે. રેન બસેરાનો કેટલોક ભાગ નીચે ઉતારતા સમયે ત્રણથી વધુ મજૂર પથ્થરના સ્લેબ નીચે દટાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને પગલે તમામને સારવાર હેઠળ વડોદરા રીફર કરવામાં આવ્યાં હતા. તો ઘટનાની જાણ થતાં જ કલેક્ટર, ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળ દોડી આવ્યા હતા. રેન બસેરાનો કેટલોક ભાગ ગત ચોથી મેના રોજ તૂટી પડ્યો હતો આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે સાતથી વધુ લોકો ઘવાયા હતા. આ તમામ લોકોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.






