ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 60મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે આરસીબીને આ મેચ જીતવી જરૂરી છે. જો બેંગ્લોરની ટીમ આ મેચ જીતવામાં નિષ્ફળ જશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ પણ અંતિમ ચારમાં પહોંચવા માટે પુરી તાકાત લગાવશે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન અને બેંગ્લોર હાલમાં ટોપ-4માંથી બહાર છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન પાંચમા અને બેંગ્લોર સાતમા નંબર પર છે. તેથી આ મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી છે.
રાજસ્થાન રોયલ્સની હાલત ખરાબ
સંજુ સેમસનની ટીમ રાજસ્થાન રોયલ્સે IPL 2023માં સારી શરૂઆત કરી હતી. પરંતુ ટીમ જીતનો સિલસિલો જાળવી શકી ન હતી. એક સમયે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતું. પરંતુ સતત ત્રણ મેચ હાર્યા બાદ રાજસ્થાનની ટીમ ટોપ-4માંથી બહાર થઈ ગઈ હતી. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પણ આવી જ હાલત હતી. છેલ્લી બે મેચમાં ફાફ ડુ પ્લેસિસની ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે 14મી મેના રોજ રમાનાર મેચમાં જે ટીમ મેચ જીતશે તેની પ્લેઓફમાં જવાની સંભાવના રહેશે.
બેંગલોર મેચ જીતી શકે છે
રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL મેચોના આંકડાઓ પર નજર કરીએ તો આરસીબી જીતવામાટે મજબૂત દેખાઈ રહી છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 અને રાજસ્થાન અને રાજસ્થાન રોયલ્સે 12 મેચ જીતી છે. આ આંકડા દર્શાવે છે કે બેંગ્લોરથી આગળનો રસ્તો રાજસ્થાન માટે સરળ નહીં હોય. આ સિવાય બેંગ્લોરની ટીમ IPL 2023માં બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી. 23 એપ્રિલે બેંગલુરુમાં રમાયેલી મેચમાં RCBએ રાજસ્થાન રોયલ્સને 7 રનથી હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 14મી મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ જીતી શકે છે.