ફોલ્ડેબલ સ્માર્ટફોન્સનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે અને સેમસંગ, મોટોરોલા, હુવેઇ, વિવો, ઓપ્પો અને ટેક્નો જેવી કંપનીઓ આ સેગમેન્ટમાં પ્રવેશી ચૂકી છે. હાલમાં જ ગૂગલે તેનો પહેલો ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કર્યો છે. પરંતુ હવે બીજી બ્રાન્ડ તેના પાવરફુલ ફોન સાથે સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, Nubia તેના Z60 Fold પર કામ કરી રહી છે. જો કે, કંપનીએ હજી સુધી આ વિશે કોઈ માહિતી આપી નથી, પરંતુ ફોનના સ્પેસિફિકેશન અને લોન્ચની વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવનાર આ પહેલો ફોલ્ડેબલ ફોન હશે.
વાસ્તવમાં, ટિપસ્ટર પારસ ગુગલાનીને ટાંકીને, પ્રાઇસબાબાએ તેના રિપોર્ટમાં આગામી નુબિયા ફોલ્ડેબલ ફોન વિશે કેટલીક ખાસ માહિતી શેર કરી છે. ચાલો નુબિયા Z60 ફોલ્ડની અત્યાર સુધી જાહેર થયેલી વિગતો પર એક નજર કરીએ…
Nubia Z60 Fold: સ્પેશિફિકેશન અને લોન્ચ ડિટેલ્સ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Nubia Z60 Fold આ વર્ષના અંતમાં વિવિધ બજારોમાં લોન્ચ કરવામાં આવશે. પ્રાઇસબાબાએ જણાવ્યું કે Z60 ફોલ્ડ 2023ના ચોથા ક્વાર્ટરમાં લોન્ચ થશે. ફોનને ત્રણ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ટિપસ્ટરે વધુમાં જણાવ્યું કે ફોન 7.3-ઇંચ ફોલ્ડેબલ AMOLED ડિસ્પ્લે સાથે આવશે. તે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 4 અને પિક્સેલ ફોલ્ડના ફોલ્ડેબલ ડિસ્પ્લે કરતાં થોડી નાની છે. Z60 ફોલ્ડના એક્સટર્નલ ડિસ્પ્લે સ્પેક્સ પર કોઈ માહિતી નથી.
ફોનમાં 12GB રેમ અને 512GB સુધી સ્ટોરેજ
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્નેપડ્રેગન 8 સીરીઝનું પ્રોસેસર Nubia Z60 Foldમાં ઉપલબ્ધ હશે. આ Snapdragon 8 Gen 3 પ્રોસેસર હોઈ શકે છે. જો કે, રિપોર્ટમાં પ્રોસેસરની વિગતોને કન્ફોર્મ કરવામાં આવી નથી. ટિપસ્ટરે કહ્યું કે Z60 ફોલ્ડ 12GB રેમ પેક કરશે. ફોલ્ડેબલ ફોન બે સ્ટોરેજ વિકલ્પોમાં આવશે. તેના બેઝ મોડલમાં 256GB સ્ટોરેજ હશે, જ્યારે ટોપ વેરિઅન્ટમાં 512GB સ્ટોરેજ મળશે.
100W ફાસ્ટ ચાર્જિંગ સાથેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન
રિપોર્ટ અનુસાર, Z60 ફોલ્ડમાં 5000 mAh બેટરી હશે. જો આ વાત સાચી સાબિત થાય છે, તો બજારમાં લૉન્ચ થયેલા કોઈપણ ફોલ્ડેબલ ફોનમાં આ સૌથી મોટી બેટરી હશે. Pixel Fold હાલમાં 4821mAh બેટરી પેક કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે Z60 ફોલ્ડને 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે, જે કોઈપણ ફોલ્ડેબલ ફોન પર અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જિંગ સ્પીડ હશે.
કંપનીએ ઓફિશિયલ રીતે લોન્ચ વિશે કોઈ માહિતી આપી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોન 2023ના ચોથા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવશે.