છત્તીસગઢના બાલોદમાં ગમખ્વાર અકસ્માતમાં એક બાળક અને પાંચ મહિલાઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં લગભગ 25 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગોડા પુલ પાસે સોમવારે ટ્રકે પીકઅપને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં એક બાળક અને પાંચ મહિલાઓ સહિત છના મોત થયા છે. જ્યારે 20થી 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલ, બાલોદ બજાર ખાતે ખસેડવામાં આવ્યા છે. પીકઅપમાં સવાર તમામ લોકો છઠ્ઠીના પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. પીકઅપમાં લગભગ બે ડઝન લોકો સવાર હતા.આ દરમિયાન ગોડા પુલ પાસે પીકઅપને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. રાહદારીઓ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.



