જેલમાં કેદીઓને અપાતા ‘બિલ્લા’ નંબરની માફક આગામી સમયમાં દેશમાં આર્થિક અપરાધીઓ પછી તે વ્યક્તિ હોય પછી હોય કે કંપની હોય એક ખાસ ‘કોડ-ટેગ’થી ઓળખાશે. એક ને એક વ્યક્તિની પેઢી અને કંપનીઓ અનેક રીતે આર્થિક અપરાધોમાં સંડોવાઈ હોવાનું જાહેર થયું હતું અને તેઓ અલગ નામની પેઢી કે કંપનીઓ ખોલીને ફરી આર્થિક અપરાધ આચરતા હોવાનું પણ જાહેર થયા બાદ હવે સરકારે મલ્ટી એજન્સી નોડેલ ઓથોરીટી બનાવવા પણ નિર્ણય લીધો છે અને તે આ પ્રકારે અપરાધીક મામલાઓનું સંકલન કરશે.
એકજ વ્યક્તિ કે એકજ પેઢી અથવા કંપની અનેક અપરાધોમાં સંડોવાઈ હોય તેને મોનેટરીંગ કરશે તથા વધુ એકથી વધુ એજન્સીઓ વચ્ચે સંકલન પણ કરશે. ઉપરાંત આ આર્થિક અપરાધીઓના આ કોડ-ટેગ અને તેના આધાર નંબર પણ લીંકઅપ કરાશે જેથી તેમના નાણાકીય વ્યવહારો પર પણ નજર રાખી શકાશે. કંપનીઓ માટે ‘પાન’ નંબર પણ લીંકઅપ થશે. દેશમાં હાલ 2.50 લાખ આર્થિક અપરાધીઓ છે. જેમાં વ્યક્તિગતથી કંપનીઓનો સમાવેશ થાય છે અને દરેક પર એક યુનિક- આધાર નંબરની જેમ ખાસ ‘કોડ-ટેગ’ લાગી જશે. જેથી તેમની સામેની તપાસમાં તેઓ પુરી રીતે સપડાશે.
ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ કોડ નંબર આલ્ફા-ન્યુમેરીકલ હશે અને તેની સાથે આર્થિક અપરાધીની 360 ડીગ્રી પ્રોફાઈલ પણ જોડાયેલી હશે જેથી એજન્સીઓ તે તુર્તજ ટ્રેસ કરી શકશે જેને Neor નેશનલ ઈકોનોમીક ઓફેન્સ રેકોર્ડ તરીકે ઓળખાશે અને તેમાં ગંભીર આર્થિક અપરાધમાં સપડાયેલા વિજય માલ્યાની પુર્વ કેન્દ્રીય મંત્રી પી.વી.ચિદમ્બરમ અને દિલ્હીના પુર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ સામેલ હશે અને આ યાદીનો કેન્દ્ર તથા રાજયોની એજન્સીઓ એકબીજાને આપશે. આ માટે રૂા.40 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આગામી 4-5 માસમાં તે તૈયાર થઈ જશે.




