હાલમાં ચારધામ યાત્રા ચાલુ છે અને લોકો પરિવાર સાથે ચારધામ યાત્રા પર જઈ રહ્યા છે. કેટલાક એવા શ્રદ્ધાળુઓ હોય છે જેમનાથી ચાલતા નથી જવાતું તેમના માટે હેલિકોપ્ટરની સુવિધા છે. જેનું ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહે છે. જેનો ફાયદો ઠગો ઉઠાવી રહ્યા છે. આ સુવિધાની આડમાં ઠગો એક્ટિવ થયા છે અને ફ્રોડ મેઈલ, ફોન અને વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર બુકિંગના નામે ઉઘરાવે છે. જેની જાણ સાઈબર સેલને થતાં ટીમે ફ્રોડ 25 વેબસાઈટ, 14 ઈ-મેલ આઈડી, 21 વોટ્સ એપ નંબર જાહેર કર્યા છે.




