કચ્છમાં વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોડી રાત્રે 1.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ધરા ધ્રુજતા કેટલાક લોકો ઊંઘમાંથી ઉઠીને પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.




