Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Hyundai Exter: સાઇઝમાં નાની પણ સિક્યોરિટી જબરદસ્ત! લોઅર વેરિએન્ટ્સમાં પણ મળે છે ખાસ ફિચર્સ

aaspassdaily by aaspassdaily
2023-05-17 12:28:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Hyundai Exter: Hyundai Motor India તેની નવી mini SUV Hyundai Exter લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી, કંપની સતત આ SUVના તમામ ટીઝર રિલીઝ કરી રહી છે, જેમાં તેની સાથે જોડાયેલા કેટલાક ખાસ ફીચર્સ પરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. હવે Hyundai Exterનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જે મુજબ તેમાં ઘણા એવા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ જોવા મળશે જે તેના હરીફ મોડલ્સમાં જોવા મળતા નથી. એવું માનવામાં આવે છે કે આ SUV સાઈઝમાં નાની હોઈ શકે છે પરંતુ તેના ફીચર્સ ખૂબ જ પાવરપૂલ હશે.

સિક્યોરિટી રહેશે જબરદસ્ત  
Hyundai Exterના નવા ટીઝર અનુસાર, કંપની આ SUVમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સામેલ કરી રહી છે, જેનો અર્થ છે કે આ ફીચર બેઝ અથવા ટોપ ઓલ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. સબ-ફોર મીટર સેગમેન્ટમાં આ પહેલી કાર હશે જે સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ ઓફર કરશે. આ સિવાય હિલ આસિસ્ટ કંટ્રોલ (HAC), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વિથ ઈલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન (EBD), વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવી ફિચર્સઓ પણ આ SUVમાં સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી રહી છે. એટલે કે તમને દરેક વેરિઅન્ટમાં આ તમામ ફીચર્સ મળશે.

આ નવા ટીઝર અનુસાર, કંપની હ્યુન્ડાઈ એક્સ્ટરમાં 40થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કરવાનો દાવો કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 26 સેફ્ટી ફીચર્સ એવા હશે કે કંપની તેને તમામ વેરિએન્ટમાં ઓફર કરી શકે છે.

Hyundai Exterની સિક્યોરિટી અંગે માહિતી આપતા Hyundai Motor India Ltd.ના COO, તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, “મોબિલિટી બેન્ચમાર્કને ફરીથી પરિભાષિત કરતી કાર સાથે કસ્ટમર એક્સપિરિયન્સને વધારવાનો અમારો પ્રયાસ છે. એ સાથે તેમણે ઉમેર્યું કે Hyundai EXTER એક ખૂબ જ અદ્ભુત કાર છે.” “અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે Hyundai EXTER એ ભારતની પ્રથમ સબ-4-મીટર SUV છે જે સ્ટાન્ડર્ડ તરીકે 6-એરબેગ્સથી સજ્જ છે.”

કંપનીએ નવી એક્સ્ટરને બોક્સી ડિઝાઇન આપી છે. હાલમાં જ તેને દક્ષિણ કોરિયાના માર્કેટમાં ટેસ્ટિંગ દરમિયાન પણ જોવામાં આવી હતી. હવે કંપનીએ ભારતીય સ્પેક્સ મોડલની ડિઝાઈન પણ સંપૂર્ણ રીતે બતાવી દીધી છે. કંપની આ SUVને નવા રંગમાં રજૂ કરી રહી છે, જેને કંપનીએ ‘રેન્જર ખાકી’ (Ranger Khaki) નામ આપ્યું છે. આ પેઇન્ટ સ્કીમ ભારતમાં પહેલીવાર એક્સ્ટર સાથે ઓફર કરવામાં આવી રહી છે.

એન્જિન, પાવર અને પરફોર્મન્સ
એક્સ્ટરમાં, કંપની 1.2-લિટર કપ્પા પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી રહી છે, જે તમે ગ્રાન્ડ i10 Nios, i20 અને Venue જેવા મોડલમાં જોયું છે. જો કે તેના પાવર આઉટપુટ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે 83hp પાવર અને 114Nm ટોર્ક જનરેટ કરશે. આ SUV કંપની ફીટેડ CNG વેરિઅન્ટમાં પણ ઓફર કરવામાં આવશે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

Hyundai Exter કુલ પાંચ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે, જેમાં ટોચના મોડલ તરીકે EX, S, SX, SX(O) અને SX(O) Connectનો સમાવેશ થાય છે. શક્ય છે કે તેના ટોપ વેરિઅન્ટમાં કેટલીક કનેક્ટેડ કાર ફીચર્સ પણ જોવા મળશે. બજારમાં આવ્યા પછી, આ SUV મુખ્યત્વે ટાટા પંચ, રેનો કિગર, નિસાન મેગ્નાઈટ જેવા મોડલ સાથે સ્પર્ધા કરશે.

કિંમત શું હોઈ શકે છે
તેની કિંમત વિશે કંઈપણ કહેવું વહેલું છે, પરંતુ એટલું ચોક્કસ છે કે તે Hyundaiની સૌથી સસ્તી SUV હશે. હ્યુન્ડાઈ વેન્યુ વર્તમાન પોર્ટફોલિયોમાં સૌથી સસ્તું છે, જેની કિંમત રૂ. 7.72 લાખથી શરૂ થાય છે.

Previous Post

Google BARD કેવી રીતે કરશે કામ, શું તે જ લખી આપશે તમારા મેલ? બદલાઈ જશે તમારો સર્ચ એક્સપિરિયન્સ

Next Post

Asia Cup 2023: શું એશિયા કપ માત્ર પાકિસ્તાનમાં જ રમાશે? પીસીબીને બાંગ્લાદેશ અને શ્રીલંકાનો મળ્યો સહયોગ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
Asia Cup 2023: શું એશિયા કપ માત્ર પાકિસ્તાનમાં જ રમાશે? પીસીબીને બાંગ્લાદેશ અને શ્રીલંકાનો મળ્યો સહયોગ

Asia Cup 2023: શું એશિયા કપ માત્ર પાકિસ્તાનમાં જ રમાશે? પીસીબીને બાંગ્લાદેશ અને શ્રીલંકાનો મળ્યો સહયોગ

તીવ્ર તાપની સાથે ઝાડા-ઉલ્ટી અને પેટને લગતી બીમારીના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે,ઉનાળામાં બીમારીથી બચવા શું કરવું વાંચો..!

તીવ્ર તાપની સાથે ઝાડા-ઉલ્ટી અને પેટને લગતી બીમારીના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે,ઉનાળામાં બીમારીથી બચવા શું કરવું વાંચો..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.