દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ તરફ હવે સાક્ષી મલિકે કહ્યું કે, બૃજભૂષણ જેવા મજબૂત વ્યક્તિની સામે લડવા ઘણી હિંમતની જરૂર પડે છે. આ સાથે તેમણે કહ્યું કે, ઓવરસાઈડ કમિટી પર તેમણે બિલકુલ વિશ્વાસ નથી. આ દરમિયાન તેમણે તપાસ સામે પજવણીના ફોટોગ્રાફ અને વિડીયો પુરાવા માંગવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તાજેતરના એક ઇન્ટરવ્યુંમાં ઉત્પીડન સામે અવાજ ઉઠાવવાં માટે આટલો લાંબો સમય કેમ તેના જવાબમાં કહ્યું કે, જ્યારે ખેલાડીઓમાં હિંમત આવી ત્યારે તેઓ બોલ્યા. આ સાથે કહ્યું કે, બૃજભૂષણ જએવા શક્તિશાળી વ્યક્તિ સામે બોલવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. અમે નક્કી કર્યું ક, હવે જાતીય સતામણી સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
સાક્ષી મલિકે દાવો કર્યો છે કે, ફરિયાદ કરનાર યુવતીઓને ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે, સગીરના પરિવારને પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમની કહેવું છે કે, જે સ્કૂલમાં સગીર છોકરી અભ્યાસ કરે છે ત્યાં તે સગીર નથી નથી તે બતાવવા માટે જન્મતારીખ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



