ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન હિમાલયના પહાડો શ્રદ્ધાળુઓ માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા છે. ચારધામ યાત્રાના રૂટ પર ભૂસ્ખલનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આથી ભૂસ્ખલન, અને આડેધડ બાંધકામ અને પ્રવાસીઓની સંખ્યામા આવતા ઉછાળાને લઈને પહાડોની મર્યાદા ઘડી રહી છે. પરિણામે આ સ્થિતિ ચાલુ રહેશે તો લોકો પર ખતરો વધવાની વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે.ઘસતા પહાડો વચ્ચે બદ્રીનાથનો રસ્તો જોશીમઠથી જ જાય છે. બીજી તરફ જોશીમઠના મકાનોમાં તિરોડો પડી હોવાથી તે ભયજનક બન્યા છે. પરિણામે લોકો ઘર છોડવા મજબુર બન્યા છે.
પર્યાવરણવિદોનું માનીએ તો ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યા નિર્ધારીત કરાઈ હતી. પરંતુ હવે આ પ્રતિબંધ હટાવવામા આવ્યો છે કે ઉત્તરાખંડ સરકારની ભૂલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રારંભના સમયગાળા દરમિયાન દિવસભરના યમુનોત્રીમાં 5500 મુસાફરો 9000 ગંગોત્રી, 15 હજાર બદ્રીનાથ અને 18 હજાર ભક્તોને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
જો કે હવે યાત્રિકો સતત વધી રહ્યા છે.મુસાફરોનું આવાગમન કરતી ગાડીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેને લઈને ઇકોલોજીકલ અને બાયોલોજીકલ નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે ચાર મહિના રોજ જોશીમઢના રસ્તામાં આવતા હેલાંગ નજીક પહાડ પડ્યો હતો પછી ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના સામે આવી રહી છે. જેને લઈને હવે રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે.
આ મામલે ભૂસ્તરશાસ્ત્રી સીપી રાજેન્દ્રને જણાવ્યું હતું કે વધુ લોકો આવે છે. જેનો મતલબ એ છે કે કચરો પણ વધુ એકઠો થશે. પ્લાસ્ટિક કચરો અને ઘોડા તથા ગધેડાના વધતા મળને લઈને તાપમાન વધતા ગ્લેસીયર પીગળવાની ઘટના પણ બની શકે છે. જે પર્યાવરણ માટે નુકસાન થઈ શકે છે અને હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારમાં અનેક દુર્લભ જડીબુટ્ટીઓ છે. જે ખતમ થવાની પણ નોબત આવી શકે તેમ છે. પર્યાવરણ પર શોધ કરતા ભૂસ્તરના પ્રોફેસર અભિજીત મુખર્જીએ જણાવ્યું કે હિમાલય પર સખત ભૂસ્ખલનનું સૌથી મોટું કારણ માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યું છે તે છે! કારણ કે માર્ગો પહોળા કરવાથી નીચેનો ભાગ કમજોર બને છે અને બાદમાં માર્ગ તૂટી રહ્યા છે.



