Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

RCB Vs GT: આરસીબી આઇપીએલ 2023માંથી બહાર, ગુજરાત ટાઇટન્સે છ વિકેટથી હરાવ્યુ, મુંબઇ પ્લે ઓફમાં પહોંચ્યું

aaspassdaily by aaspassdaily
2023-05-22 15:30:36
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

IPL 2023ની પ્રથમ મેચમાં ચેન્નઈને હરાવનાર ગુજરાત ટાઇટન્સે છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ પાંચ વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ અણનમ 101 રન બનાવ્યા હતા. આ સાથે જ ગુજરાત તરફથી શુભમન ગિલે અણનમ 104 રન બનાવ્યા હતા.

IPL 2023માં RCBની સફર ગુજરાત સામેની હાર સાથે સમાપ્ત થઈ ગઈ. એલિમિનેટર મેચમાં હવે લખનઉનો સામનો મુંબઈ સામે થશે. આ સાથે જ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતનો સામનો ચેન્નઈ સામે થશે. પ્લેઓફમાં ચોથા સ્થાને પહોંચવા માટે આરસીબીએ કોઈપણ ભોગે આ મેચ જીતવી જોઈતી હતી, પરંતુ કોહલીની ટીમ તેમ કરી શકી ન હતી અને પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી.

વરસાદને કારણે મેચમાં વિલંબ થયો

વરસાદના કારણે ટોસ 45 મિનિટ મોડો થયો હતો. જ્યારે મેચ તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાથી 55 મિનિટ મોડી શરૂ થઈ હતી, પરંતુ મેચમાં એક પણ ઓવર ઓછી કરવામાં આવી ન હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલી અને ડુપ્લેસિસે સાવધાનીપૂર્વક શરૂઆત કરી કારણ કે પીચ વરસાદને કારણે ઝડપી બોલરોને મદદ કરતી હતી અને બંનેએ બે ઓવરમાં 10 રન બનાવ્યા હતા. ડુ પ્લેસીસે શમીની ઓવરમાં ચાર ચોગ્ગા ફટકારીને રન રેટને ઝડપી બનાવ્યો. તેની ઓવરમાં 16 રન આવ્યા હતા. ત્યારપછીની ઓવરમાં કોહલીએ યશના પહેલા ત્રણ બોલમાં લેગ સાઇડમાં ચોગ્ગા મારીને હાથ ખોલ્યા હતા. ત્યારબાદ ડુ પ્લેસિસે ઓવરના છેલ્લા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે રાશિદ ખાને પાંચમી ઓવરમાં 10 અને છઠ્ઠી ઓવરમાં નૂર અહેમદે 9 રન આપ્યા હતા. બંનેએ પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં 62 રન બનાવ્યા હતા.

આ પછી ડુપ્લેસિસ 28 રન બનાવીને નૂર અહેમદનો શિકાર બન્યો, પરંતુ કોહલી અડગ રહ્યો. પ્લેસિસ બાદ મેક્સવેલ પણ માત્ર પાંચ બોલમાં 11 રન બનાવીને રાશિદ ખાનના હાથે આઉટ થયો હતો. લોમરોર એક રન બનાવી આઉટ થયો હતો. આ પછી માઈકલ બ્રેસવેલે કોહલી સાથે 47 રનની ભાગીદારી કરી અને પોતાની ટીમને મેચમાં પરત લાવ્યો. આ દરમિયાન કોહલીએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.

મોહમ્મદ શમીએ 26 રનના અંગત સ્કોર પર બ્રેસવેલને આઉટ કર્યો હતો. આ પછી દિનેશ કાર્તિક પહેલા જ બોલ પર આઉટ થયો હતો. અંતે, વિરાટ કોહલીએ અનુજ રાવત સાથે અણનમ 64 રનની ભાગીદારી કરીને RCBનો સ્કોર પાંચ વિકેટે 197 રન સુધી પહોંચાડ્યો હતો. અનુજે 15 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી નૂર અહેમદે બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી, યશ દયાલ અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને 61 બોલમાં 101 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 13 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. IPLમાં વિરાટની આ સાતમી સદી હતી. આ સાથે તેણે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે

198 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. રિદ્ધિમાન સાહા 14 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિજય શંકરે ગિલ સાથે મળીને ગુજરાતની ઇનિંગ્સને સંભાળી લીધી અને પાવરપ્લેમાં ટીમ 51 રન બનાવવામાં સફળ રહી. વિજય શંકર અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 123 રનની ભાગીદારી ગુજરાતની ટીમને મેચમાં પરત લાવી હતી. વિજય શંકર 35 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી દાસુન શનાકા પણ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ડેવિડ મિલર પણ માત્ર ચાર રન બનાવી શક્યો હતો.

ગુજરાતે 23 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગતું હતું કે આ ટીમ કદાચ મેચ હારી જશે, પરંતુ ગિલ ઝડપી રન બનાવતો રહ્યો. તેણે 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી અને ટીમને જીત અપાવી હતી. ગિલે 52 બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. વિજયકુમાર અને હર્ષલને એક-એક વિકેટ મળી હતી.

Previous Post

Bollywood Stories: અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની સુપરહિટ જોડી કેમ તૂટી? આ કારણે અમે વર્ષો સુધી સાથે કામ કર્યું ન હતું.

Next Post

Googleના સીઈઓ સુંદર પિચાઈનું ચેન્નાઈ સ્થિત ઘર વેચાયુ, જાણો કોણ છે ખરીદાર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
Googleના સીઈઓ સુંદર પિચાઈનું ચેન્નાઈ સ્થિત ઘર વેચાયુ, જાણો કોણ છે ખરીદાર

Googleના સીઈઓ સુંદર પિચાઈનું ચેન્નાઈ સ્થિત ઘર વેચાયુ, જાણો કોણ છે ખરીદાર

જ્વેલર્સની ચાંદી / 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાના નિર્ણય પછી સોનાની માગ વધી, કિંમતમાં જબરદસ્ત તેજી

જ્વેલર્સની ચાંદી / 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાના નિર્ણય પછી સોનાની માગ વધી, કિંમતમાં જબરદસ્ત તેજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.