ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના કે જેઓ ચિન્ના થાલા તરીકે જાણીતા છે, તેમણે એમએસ ધોનીના વખાણ કર્યા છે. રૈનાએ કહ્યું કે, એમએસ ધોની જે પણ સ્પર્શ કરે છે તે સોનામાં ફેરવાઈ જાય છે. એમએસ ધોનીએ પોતાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ સામે 15 રને જીત મેળવી ચેન્નાઇ સુપર કિંગ્સને IPL 2023ની ફાઇનલમાં પહોંચાડી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સીએસકેએ પ્રથમ બેટિંગ કરીને 172/7 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચ દરમિયાન રૈનાએ કહ્યું હતું કે, ધોનીએ ગુજરાત સામે તેની રણનીતિ સરળ રાખી અને એમ પણ કહ્યું કે, આખો દેશ તેને IPL ટાઈટલ જીતતો જોવા માંગે છે. પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવનાર CSKએ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
સુરેશ રૈનાએ શું કહ્યું?
સુરેશ રૈનાએ કહ્યું, “જુઓ કેવી રીતે CSK ફાઇનલમાં પહોંચી. 14 સીઝનમાંથી 10 ફાઈનલ. મને લાગે છે કે આ એક અદ્ભુત સિદ્ધિ છે. એમએસ ધોનીએ વસ્તુઓ સરળ રાખી હતી. તે શ્રેયને પાત્ર છે અને ઋતુરાજ ગાયકવાડે મને કહ્યું કે, CSK આ વર્ષે ધોની માટે ખિતાબ જીતવા માંગે છે. સમગ્ર ભારત ધોનીને IPL જીતતા જોવા માંગે છે. તેણે આગળ કહ્યું, “અમે જોયું કે ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેદાન પર હરાવવા માટે પડકારરૂપ છે. એમએસ ધોની જે પણ સ્પર્શ કરે છે, તે સોનામાં ફેરવાઈ જાય છે અને તેથી જ તેનું નામ મહેન્દ્ર સિંહ ધોની છે. CSKએ IPL 2023ના લીગ તબક્કામાં પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું.




