ચોમાસાના આગમન આડે હવે ખૂબ ઓછા દિવસો બાકી છે. ત્યારે દહેગામના કરૌલીમાં અમૃત સરોવરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. અને સબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. મહત્વનુ છે કે દહેગામના કરૌલીમાં ત્રણ તળાવો બનાવ્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને સાથે રાખી ચોમાસાની શરૂઆત પહેલા બનેલા તળાવોની ઓચિંતી મુલાકાત લીધી હતી. અમૃત સરોવર યોજના હેઠળ દહેગામના કરૌલીમાં બનેલા ત્રણ તળાવની મુલાકાત બાદ ત્યા થયેલા કામોની સમીક્ષા કરી હતી. બીજી બાજુ મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટને પરિણામે મુલાકાત સ્થળે સોપો પડી ગયો હતો અને અધિકારીઓ દોડી ગયા હતા.





