મનોરંજન જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સીરિયલ ‘મહાભારત’માં શકુની મામાનો રોલ કરનાર પીઢ અભિનેતા ગૂફી પેન્ટલનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે.
વરિષ્ઠ અભિનેતા ગૂફી પેન્ટલનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. ગૂફી છેલ્લા કેટલાક દિવસોથી હૃદય અને કિડનીની બિમારીને કારણે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત નાજુક હતી. ગૂફી પેન્ટલ ઘણા શોમાં નજર આવ્યા હતા. જો કે તેમને મુખ્યત્વે ‘મહાભારત’માં શકુની મામાની ભૂમિકાથી ઓળખ મળી હતી. તેમના નિધનના સમાચારથી ટીવી જગત શોકમાં છે.





