વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે 8 તારીખે વાવાઝોડું આકાર લઈ આગળ વધશે. વાવાઝોડું ગુજરાતનં દરિયાકાંઠા નહી ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ત્યારે હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ છે.
13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.10 જૂને ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે. ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે.