કચ્છના કાર્યક્રમમાં સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિર બનવાની વાત પર વિશ્વાસ નહતો, ત્યારે ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસીઓને કહી દેજો 2024માં રામ ભગવાનના દર્શન થઈ શકશે. વધુમાં સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપે જમ્મૂ-કશ્મીરમાંથી 370 કલમ પણ હટાવી દીધી. આ બાબતે સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને અનેક જે વાયદા કર્યા હતા તે પુરા કર્યા છે. રામ જન્મભુમિની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરીશું.
પ્રદેશની મીટીંગમાં તો હું આ વાત કહું જ છું કે કોંગ્રેસીઓ એમ કહેતા હોય છે કે ભાજપીયાઓ કહે છે કે મંદિર વહી બનાયેગે તારીખ નહી બતાયેગે. એ લલ્લુઓને કહી દેજો 2024 માં રામલલ્લાનાં દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય. એ આપેલું વચન વડાપ્રધાન પુરૂ કરી રહ્યા છે.