જેતપુર પંથકની એક સગીરાને લવજેહાદમાં ફસાવી, અપહરણ કરીને લઈ જઇ હોટેલમાં દુષ્કર્મ ગુજારાયાની સગીરાના વાલીઓએ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પોકસો, અપહરણ અને દુષ્કર્મના ગુનામાં અમરેલીના 2 લઘુમતી યુવાનોની અટક કરી આજે જેતપુરની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંનેને જેલ હવાલે કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ જેતપુર પંથકની એક કિશોરીને અમરેલીના મુસ્લિમ યુવાન સાથે ફોનમાં સંબંધ કેળવાયો હતો. દરમિયાન કિશોરીને મળવા બોલાવીને બંને શખ્સોએ કિશોરીનું અપહરણ કરીને કારમાં ઉઠાવી જઈને રાજકોટ-પોરબંદર હાઇવે પરની ઋષિ હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. આવું તેણી સાથે બે વાર થયાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
દરમિયાન કિશોરીના વાલીઓએ હિમંત કેળવી જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પીએસઆઈ ગાંગળા સહિતના સ્ટાફે અમરેલીના મુખ્ય સૂત્રધાર સાહિલ કયુમ પરમાર અને તેમના મિત્ર અમીર અલ્તાફ ચૌહાણની અટક કરી દુષ્કર્મ, અપહરણ અને પોકસો સબબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાહિલ અને આમિરને આજે જેતપુરની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંનેને જેલહવાલે કર્યા હોવાનું પોલીસ જણાવ્યું હતું.
સાહિલ કયુમ પરમાર નામના મુસ્લિમ યુવાને એક વર્ષ પૂર્વે સોશ્યલ મીડિયા મારફત તરુણી સાથે સંપર્ક કર્યો હતો. અને સમય જતાં બંને વચ્ચે પ્રેમ જેવો સંબંધ બંધાયો હતો. દરમિયાન તરૂણીને મળવા સાહિલ આવ્યો ત્યારે મિત્ર આમિર પણ સાથે હતો. આ સમયે બંનેને તરૂણીને લાલચાવી, ફોસલાવી અપહરણ કરી ગયા હતા. ફરિયાદમાં કિશોરીની માતાએ જણાવ્યું છે કે, પોતાની સગીર દીકરીને એક કાર ગામમાં મૂકવા આવી ત્યારે ગામના 3 જાગૃત યુવાનો જોઈ જતાં અને આ ત્રણેય યુવાનોએ કાર રોકી રાકી વાલીઓને બોલાવતા ભાંડો ફૂટ્યો હતો. દરમિયાન વાલીઓની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને લઘુમતી શખશોને ઝડપી લીધા હતા.
પોલીસ ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે બે દિવસ પહેલા ઋષિ હોટેલમાં કિશોરી પણ દુષ્કર્મ આચર્યું તેવી જ રીતે ગત એપ્રિલ મહિનામાં પણ દુષ્કર્મ આચરાયું હતું. કિશોરીના પિતાના કહેવા મુજબ આવી રીતે તેમની દીકરી સાથે 2-3 વાર દુષ્કર્મ આચારાયું છે.