ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલા અટલ બિહારી વાજપેયી (ઈકાના સ્ટેડિયમ) સ્ટેડિયમનું બૉર્ડ વાવાઝોડાને કારણે તૂટી પડ્યું હતું જેના કારણે બે લોકોના મોત નિપજ્યા છે. આ પહેલાં બૉર્ડ પડી જવાને કારણે અનેક લોકો તેના હેઠળ દબાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગાડીને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
લખનૌના આ સ્ટેડિયમનું નિર્માણ આજથી છ વર્ષ પહેલાં મતલબ કે વર્ષ 2017માં થયું હતું. આ સ્ટેડિયમમાં દર્શકોના બેસવાની ક્ષમતા 50,000 છે અને સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ (ટી-20) છ નવેમ્બર-2018ના ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી.
આ સ્ટેડિયમનું સંપૂર્ણ નામ ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ છે જેને સામાન્ય રીતે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ નામથી ઓળખવામાં આવે છે. દેશનું પાંચમું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. આ પહેલાં તે ઈકાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખવામાં આવતું હતું. આ સ્ટેડિયમ આઈપીએલ ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટસનું ઘરેલું મેદાન પણ છે.






