દ: ગુજરાત પર તોળાતા સંભવિત વાવાઝોડા બિપરજોય ( અંગે હવામાન વિભાગનું અપડેટ સામે આવ્યું છે. આજે વહેલી સવારના અપડેટ્સ પ્રમાણે, બિપરજોય છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું. વાવાઝોડું ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 900 કિમી, મુંબઈથી 1020 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1090 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1380 કિમી દક્ષિણે છે. તે લગભગ ઉત્તર તરફ આગળ વધવાની અને આગામી 6 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરના ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં અને ત્યાર પછીના 24 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં વધુ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની સંભાવના છે.
7મી જૂન- આજે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે જ્યારે સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારો અને ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
8મી જૂન- પવનની ઝડપ 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે અને તે પૂર્વમધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબીના આસપાસના વિસ્તારોમાં પ્રવર્તે છે અને 8મી જૂનની સાંજથી તે 145 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 9મી જૂન: મધ્ય અરબી સમુદ્ર પર 155 કિમી પ્રતિ કલાક પવનની ઝડપ પ્રવર્તે તેવી શક્યતા છે અને તે જ વિસ્તારમાં 9મી જૂનની સાંજથી ઝડપ 165 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
10મી જૂન: મધ્ય અરબી સમુદ્ર પર 145-155 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારો અને ઉત્તર કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. 11મી જૂન-મધ્ય અને નજીકના ઉત્તર અરબી સમુદ્ર પર સમુદ્રની સ્થિતિ અસાધારણ રહેવાની શક્યતા છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રના નજીકના વિસ્તારો અને ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દરિયાની સ્થિતિ અત્યંત રફ રહેવાની શક્યતા છે.
સંભવિત વાવાઝોડાના પગલે બંદરો પર એલર્ટ
13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે. ત્યારે 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહીને પગલે બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જુનાગઢનાં માંગરોળમાં દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યારે માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જો કે જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી બે નંબર સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયા કિનારે લાવવા સૂચના આપવામાં આવી છે. કચ્છનાં તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.