રાજયમાં સ્વરોજગાર કરતા મહિલા જૂથને આ પ્રકારે દીદી-કાફે ખોલવા માટે રાજય સરકાર મંજુરી આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છતીસગઢ અને અન્ય રાજયોમાં આ પ્રમાણે મહિલા સંચાલીત નાસ્તાઘરો સફળ થયા બાદ ઉતરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે તે પ્લાન કર્યો છે.
દીદી-કાફે ખોલવા માટે સ્થળ તેમજ અન્ય સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે જયારે મહિલા ગ્રુપને કાર્યકારી ભંડોળ પણ આપશે જે આ દીદી કાફેમાં ભોજન, નાસ્તા સહિતની સુવિધા આપશે તે રીતે મહિલા જૂથ પોતાની આવક પણ ઉભી કરશે.