ભારતીય હવામાન વિભાગએ ચોમાસાને લઈને એક નવું અપડેટ જાહેર કર્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે અને મૂશળધાર વરસાદની શક્યતા છે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ જાહેર કર્યું છે. જો કે અગાઉ કેરળમાં તેના આગમનની તારીખ 4 જૂન હતી, પરંતુ હવે તેમાં 3 દિવસનો વિલંબ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 30 જૂનની આસપાસ દિલ્હી-NCR પહોંચી શકે છે.