માનવ જાતની સ્વાર્થ વૃતિના કારણે હાલ વિશ્વ સામે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખડી કરી છે જે ભાવિ પેઢી અને પર્યાવરણને મુશ્કેલીમા નાખી કે છે. ‘નેચર’ કોમ્યુનીકેશન્સ જર્નલમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ પેરિસમાં યોજાયેલ જલવાયુ સંધી અંતર્ગત જો ગ્લોબલ વોર્મિંગને 1.5 ડીગ્રી સેલ્સીયસ પર પણ વધતું રોકવામાં આવે તો પણ આર્કટિક મહાસાગર પર તરતા બરફને પિગળતો રોકી ન શકાય.
પ્રકૃતિમાં આવી રહેલા ફેરફારના કારણે પર્યાવરણ પર તેની ભીષણ અસર પડી છે. સેંકડો વૈશ્વિક ચર્ચાઓ અને અનેક પ્રયાસે પછી પણ પર્યાવરણને નિયંત્રીત નથી કરી શકાયું. હેમ્બર્ગ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર નોટજે કહ્યું હતું કે, બરફને એક આવાસ અને લેન્ડસ્કેપ તરીકે સંરક્ષિત કરવામાં ઘણું મોડું થઈ ગયું છે. ગરમીથી ખૂબ જ જલદી બરફ પીગળી જશે. જેટલો પણ ટુકડો અત્યારે બચ્યો છે. આપણે તેને સુરક્ષિત રાખવા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે મહત્વની વસ્તુઓ ખાઈ દેશું.
દક્ષિણ કોરિયાના સંશોધક અને લેખક સેઉંગ કી મિલે જણાવ્યું હતું કે, પર્માફ્રોસ્ટને પિગળાવીને આ ગ્લોબલ વોર્મિંગને વધારી દેશે. બરફના ટુકડા પીગળવાથી ગ્રીનહાઉસ ગેસ અને સમુદ્રી સ્તરમાં વધારો થશે.