રેલ દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ કરી તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે પણ આ પ્રક્રિયામાં એક અડચણ આવી છે. સરકારે મૃતક દીઠ 12 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. જેનાં કારણે લોકો નકલી પરિવારજનો બનીને મૃતદેહો ઉપાડી લઈ જઈ રહ્યા છે. અધિકારી વિજય અમૃતા કુલંગેએ કહ્યું કે પરિવારના સભ્યોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને અમે 33 લોહીના રિપોર્ટ તો મોકલી દીધા છે.
ઓડિશામાં ડીએનએ ટેસ્ટ કરાવવો મુશ્કેલ છે કારણકે ત્યાં એવી લેબ્સ જ નથી. તેથી એમ્સ ભુવનેશ્ર્વરની દેખરેખ હેઠળ સેમ્પલ્સ દિલ્હી મોકલવામાં આવ્યા છે. તેઓને એક દિવસમાં રિપોર્ટ જોઈએ છીએ. આનાથી તદ્દન ઉલટી સ્થિતિ પણ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. જે પરિવારજનોને હજુ સુધી પોતાના સ્વજનોના મૃતદેહ નથી મળ્યાં તેઓ વળતર લેવા પણ તૈયાર નથી અને કહીં રહ્યા છે કે અમારે વળતર નથી જોઈતું માત્ર મૃતદેહ આપી દો તે પણ અમારા માટે બહું છે.
એમ્સમાં કેટલાય લોકો એવા ફરી રહ્યા છે જે હજુ મૃતદેહ શોધી રહ્યા છે. તેમનું કહેવું છે કે મૃતદેહ કોઈક લઈ ગયું. મૃતદેહોની તસવીર પણ લઈને આવ્યા ટેગ નંબર હોવા છતા એમ્સ હેલ્પ ડેસ્ક તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. એમ્સ પ્રશાસન પર આરોપ લગાવતા ઝારખંડના એક યુવકે કહ્યું કે સોમવારે અમે ઉપેન્દ્ર કુમાર શર્માના મૃતદેહની ઓળખ કરી હતી. તેમ છતાં, તેમણે મંગળવારે મૃતદેહ અન્ય કોઈને સોંપ્યો. જ્યારે ડેડ બોડી અન્યને આપવાની હોય ત્યારે ડીએનએ સેમ્પલિંગની શું જરૂર છે. મેં ટેટૂના આધારે ઉપેન્દ્રની ઓળખ કરી હતી.
આ આરોપોના જવાબમાં ડો.ત્રિપાઠીએ કહ્યું કે એવું કંઈ નથી. સંપૂર્ણ તપાસ બાદ જ મૃતદેહોને સોંપવામાં આવી રહ્યા છે. હા, એ સાચું છે કે બહુવિધ પરિવારો એક શરીર પર દાવો કરી રહ્યા છે, તેથી અમે ડીએનએ સેમ્પલિંગ કરી રહ્યા છીએ. રિપોર્ટ આવતા લગભગ સાતથી આઠ દિવસ લાગશે.