સરકારે કુસ્તીબાજોને બૃજભૂષણની ચાર્જશીટનું વચન આપી તેમણે હાલ પૂરતા સમાધાન માટે મનાવી લીધા છે. છેલ્લા 4 દિવસમાં કુસ્તીબાજો, કેન્દ્રીય ગૃહમંત્રી અને રમત-ગમત મંત્રી વચ્ચે બેઠકો બાદ સરકારે કુસ્તીબાજોને બૃજભૂષણની તાત્કાલિક ચાર્જશીટનું વચન આપી તેમણે સમાધાન માટે મનાવી લીધાનું સામે આવ્યું છે.
મીડીયા અહેવાલો મુજબ તેમણે સરકાર દ્વારા ઓફર કરેલા વિકલ્પ માટે સંમત થયા અને ધરપકડની માંગ છોડી દીધી. સરકારે તેમને વચન આપ્યું છે કે, 15 જૂન સુધીમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને પછી કોર્ટ તેના પર વિચાર કરશે.અગાઉ ગયા શનિવારે જ્યારે WFI વડાની ધરપકડને લઈને કુસ્તીબાજોએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મોડી રાત્રે બેઠક કરી હતી. ત્યારે ગૃહપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, આ મામલે કાયદાનું પાલન કરવું જોઈએ. તેમને તેનું કામ કરવા દો. આ દરમિયાન તેમણે આંદોલનકારીઓની અન્ય માંગણીઓ પણ સાંભળી હતી.
સરકારે 30 જૂન સુધીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણીઓ યોજવા અને બૃજભૂષણ સિંહના પરિવારના સભ્યો અથવા નજીકના સહયોગીઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ ન લેવા દેવાની પણ સંમતિ આપી હતી. માંગણીઓ માટે કહેવામાં આવ્યું હતું અને આ રીતે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો તેમનો વિરોધ સમાપ્ત કરવા સંમત થયા. સરકાર WFIની અંદર આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની સ્થાપના કરવા માટે પણ સંમત થઈ છે, જેનું નેતૃત્વ એક મહિલા કરશે અને મહિલા કુસ્તીબાજોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ સાથે સરકાર કુસ્તીબાજો અને અન્ય વિરોધીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા પણ રાજી થઈ ગઈ છે.






