બિપરજોય વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે કહ્યું કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધશે. વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે.
હવામાનની આગાહી કરી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આગાહી કરી છે કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધતું હોઇ આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સ્કાયમેટ અનુસાર 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટોછવાયો વરસાદ રહેશે.
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાની સંભાવના વચ્ચે આ વાવાઝોડું હાલ વેરાવળથી 900 કિમી દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે. આ સાથે તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.
બિપરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર છે. આ તરફ હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેને લઈ હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.
વાવાઝોડાની આગાહીને પગલે દરેયાકાંઠાના તમામ જિલ્લામાં તંત્ર એલર્ટ
ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે.






