સુરતના વરાછામાં ખૂની ખેલ ખેલાયો જેમાં યુવક મિત્રો સાથે સામાન ખરીદવા આવ્યો અને મોત મળ્યુ. પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે.
વરાછામાં પાન સેન્ટર પર દુકાન માલિક અને માથાભારે શખસો વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાભારે શખસોનું ટોળું ચાલ્યા ગયા બાદ દુકાન માલિક દુકાન બંધ કરીને જાય એ અગાઉ એક યુવક તેના મિત્રો સાથે આવ્યો હતો. એ ખરીદી કરીને જાય એ પહેલા જ માથાભારે શખસોનું ટોળું ફરી આવ્યું .માવા-ગુટખાના રૂપિયાની માથાકૂટમાં માથાભારે શખસોએ દુકાનદાર પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.
અંદાજે 7થી 10 જેટલા શખસોએ દુકાન પર તીક્ષ્ણ હથિયાર વડે ધમાલ મચાવી હતી. આ દરમિયાન દુકાન પર સામાન લેવા આવનાર સુનિલ રબારી નામનો યુવક આ ટોળાનો શિકાર બની ગયો હતો. માથાભારે શખસોએ સુનિલ રબારી નામના યુવકને પણ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા જેમાં નિર્દોષ યુવક સુનિલ રબારીના ગળે છરી વાગી જતા તેનું મોત થયું હતું. સમગ્ર હત્યા કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરીને પાંચ આરોપીની અટકાયત કરી છે. જ્યારે બાકીના ફરાર આરોપીને પકડવા પોલીસ ટીમો કામે લાગી છે.




