Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ભારે સંકટ : દરિયામાં ભારે કરંટ અને કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ

કોસ્ટલ એરિયાને જોડતા 26 એસટી રૂટ સ્થગિત : પશ્ચિમ રેલ્વે દ્વારા 44 ટ્રેનો રદ કરવામાં આવી

aaspassdaily by aaspassdaily
2023-06-13 10:23:14
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ છવાયું છે હવે તેની અસર વરતાવાની શરુઆત થઇ ગઇ છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ શરુ થઇ ગયો છે અને તેજ પવન પણ ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
દરિયામાં 25 થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. વાવાઝોડાની અસરના કારણે દ્વારકાને દેશથી જોડતી 16 ટ્રેન આંશિક રદ કરાઈ છે જ્યારે કોસ્ટલ એરિયાને જોડતા 26 એસટી રૂટ સ્થગિત કરાયા છે. ઠેર ઠેર વિવિધ સંસ્થાઓમાં શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. દ્વારકા જિલ્લામાં મેડિકલની 9 ટીમ તૈનાત કરાઇ છે. દ્વારકામાં 149 પ્રસૂતાઓનું સ્થળાંતર કરાયું છે અને 60 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવાઈ. પોરબંદર દરિયાકાંઠે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે પશ્ચિમ રેલ્વે દ્વારા 44 ટ્રેનો રદ કરવામાં આવી છે. સોમનાથના દરિયા કિનારે પવનની ગતિમાં વધારો થયો છે અને સમનાથથી વેરાવળ બંદર સુધીનો ભાગ ખાલી કરાયો છે. ગઈકાલે સોમનાથમાં 7 ઈચ વરસાદ વરસ્યો હતો સોમનાથમાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી વીજળી ગુલ થઇ ગઇ હતી જેથી UGVCLના કર્મચારીઓ રાતભર કામકાજમાં જોડાયા હતા. બીજી તરફ ભારે પવનના કારણે કોડીનારના માઢવાડમાં 6 મકાન ધરાશાયી થયા છે. સૂત્રાપાડા બંદર નજીક દરિયામાં પાણી ઘરોમાં ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં અધિકારી-NDRF સ્ટેન્ડ બાય છે.

દમણ દરિયા કિનારે પોલીસ પેટ્રોલિંગ વધારાયું અને દરિયા નજીકના ગામોને એલર્ટ કરાયા છે
દક્ષિણ ગુજરાતમાં દમણના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને તેથી લોકોને દરિયાકિનારે ન જવા સૂચના અપાઇ છે. દમણ દરિયા કિનારે પોલીસ પેટ્રોલિંગ વધારાયું છે અને દરિયા નજીકના ગામોને એલર્ટ કરાયા છે. કચ્છના માંડવી બીચ પર પણ પવનની ગતિમાં વધારો થયો છે અને વહેલી સવારથી જ માંડવીનો દરિયો તોફાની બન્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

અમરેલી,રાજુલા,તુલસીશ્યામમાં વન વિભાગ એલર્ટ
બિપરજોય વાવાઝોડાને પગલે વન વિભાગ એલર્ટ છે અને ગીરના જંગલમાં સિંહોના વસવાટવાળા વિસ્તારમાં 500 વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી,રાજુલા,તુલસીશ્યામમાં વન વિભાગની નજર છે.

Previous Post

એનડીઆરએફની 21 અને એસડીઆરએફની 13 ટીમો તૈનાત

Next Post

ગુજરાત ATSએ ISKIPના વધુ એક સભ્યની શ્રીનગરથી કરી ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
ગુજરાત ATSએ ISKIPના વધુ એક સભ્યની શ્રીનગરથી કરી  ધરપકડ

ગુજરાત ATSએ ISKIPના વધુ એક સભ્યની શ્રીનગરથી કરી ધરપકડ

દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચડાવી શકાય

દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચડાવી શકાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.