Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચડાવી શકાય

માત્ર દ્વારકાધીશને ધજા પ્રસાદના રૂપે ધરવામાં આવશે: ગઈકાલે ચડાવવામાં આવી હતી એક સાથે બે ધજા

aaspassdaily by aaspassdaily
2023-06-13 10:23:19
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાતના દરિયામાં પ્રવાસીઓ પ્રતિબંધ મુકાયો છે. દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે દ્વારકાધીશ મંદિરે દિવસમાં 5 વખત ચડાવવામાં આવતી ધજાને લઈને મંદિરના વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ધજા ચડાવવામાં આવશે નહીં. આ ધજા દ્વારકાધીશને માત્ર પ્રસાદ રૂપે અર્પણ કરાશે. દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા છે.
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે ગઈકાલે બે ધજા એક સાથે ચડાવામાં આવી હતી. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી બપોરે એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી ગઈકાલે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.
દ્વારકાના દરિયાકાંઠે, ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરાઈ છે. આ મામલે દેવભૂમિ દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 16 તારીખ સુધી લાગુ રહેશે. દ્વારકા પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કરાયો છે.

Previous Post

ગુજરાત ATSએ ISKIPના વધુ એક સભ્યની શ્રીનગરથી કરી ધરપકડ

Next Post

8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપરજોય

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપરજોય

8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપરજોય

વરાછામાં યુવક સામાન ખરીદવા આવ્યો અને મળ્યુ મોત

વરાછામાં યુવક સામાન ખરીદવા આવ્યો અને મળ્યુ મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.