Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

135 કિમીની ઝડપે આફત બનીને આવશે બિપરજોય

જખૌથી 290 કિમી દૂર છે વાવાઝોડું : 8 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:06:50
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વિનાશક બિપોરજોય વાવાઝોડું સમુદ્રમાં 8 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાને લઈને સતત અપડેટ મેળવી રહી છે. જોકે, તેની કેટેગરી એક્સટ્રિમલી સિવિયર સાઈક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઈક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે. આ વાવાઝોડાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પર ભારે જોખમ ઊભું થયું છે. આ રીતે સાતે સાત જિલ્લાના લાખો લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે, બિપરજોય વાવાઝોડું 15 જૂનના જખૌ બંદરથી પસાર થશે. બિપરજોય વાવાઝોડું જખૌથી 290 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 300 કિમી, નલિયાથી 310 કિમી, પોરબંદરથી 350 કિમી, કરાંચીથી 370 કિમી દૂર છે. વાવાઝોડું દરિયા કિનારે ટકરાશે ત્યારે 135 કિમીની ઝડપે પવન ફુંકાશે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે જામનગર, પોરબંદર, મોરબી, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. જ્યારે આજે દ્વારકા, પોરબંદર, કચ્છ, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ 85 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે.

24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં 3.5 ઈંચ, ઉપલેટામાં પોણા 3 ઈંચ, મેંદરડામાં 2.5 ઈંચ, જામજોધપુરમાં 2.5 ઈંચ, કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, પોરબંદરમાં સવા 2 ઈંચ, જૂનાગઢમાં સવા 2 ઈંચ, માંડવીમાં 2 ઈંચ. ખાંભામાં પોણા 2 ઈંચ, લાલપુરમાં પોણા 2 ઈંચ, વંથલીમાં પોણા 2 ઈંચ, સાવરકુંડલામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

Previous Post

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં હાઇ એલર્ટ

Next Post

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અતિ આધુનિક કાર્યાલયનું નિર્માણ અંતિમ તબકકામાં

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અતિ આધુનિક કાર્યાલયનું નિર્માણ અંતિમ તબકકામાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અતિ આધુનિક કાર્યાલયનું નિર્માણ અંતિમ તબકકામાં

વાવાઝોડાને પગલે રાજ્યના 33 જિલ્લામાં કંટ્રોલરૂમ નંબર જાહેર

વાવાઝોડાને પગલે રાજ્યના 33 જિલ્લામાં કંટ્રોલરૂમ નંબર જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.