ભારતીય જનતાપક્ષ દ્વારા દિલ્હી સહિત દેશભરમાં વિશાળ કાર્યાલય કમલમનું બાંધકામ થઈ રહ્યું છે અને જીલ્લા કક્ષાએ પણ આ પ્રકારે ભાજપ અતિ આધુનિક કાર્યાલયો બનાવી રહ્યું છે તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ દિલ્હીમાં તેની બારમાળની આધુનિક ઈમારતનું નિર્માણ કરશે. સંઘને આ માટે માતબર ડોનેશન મળ્યું છે.
દર વર્ષે ગુરૂપૂર્ણિમાએ સંઘ દ્વારા તેના સ્વયંસેવકો પાસેથી ગુરૂદક્ષિણા મેળવાઈ છે અને તે માતબર સ્વયંસેવકો લાખો અને કરોડોમાં આપતા હોવાનું પણ માનવામાં આવે છે જયારે દેશના ઉદ્યોગપતિઓ સહિતના લોકો પણ સંઘને ભંડોળ આપે છે. એક સાંસ્કૃતિક સંગઠન તરીકે સંઘ પોતાની ઓળખ આપે છે અને તે હવે નવી દિલ્હીમાં એક નવી આધુનિક ઈમારતનું બાંધકામ કરી રહી છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં તે પુરુ થઈ જશે.
મોહન ભાગવતે આ કાર્યાલયનું નવેમ્બર 2016માં ખાતમુર્હુત કર્યુ હતુ પરંતુ બાદમાં તેનું બાંધકામ ધીમુ પડી ગયું હતું. કુલ ત્રણ ટાવર આ ઈમારતમાં છે જેમાં પ્રથમ ટાવરમાં બાર માળ છે અને ત્યારબાદ આરએસએસની તમામ અન્ય સંસ્થાઓ પણ આ ઈમારતમા કાર્યરત થશે.




