અંબાલાલ પટેલે કહ્યું કે, આ વાવાઝોડું અકલ્પનીય છે .વાવાઝોડાની વિનાશકતાને આંકવી મુશ્કેલ છે. હવામાન વિભાગનું એલર્ટ ગંભીરતાથી લો. તેમણે એમ પણ કહ્યું કે સરકારના પ્રયાસ સ્તુત્ય છે અને તેથી જનતાએ સહકાર આપવો જોઇએ. પશ્ચિમ કાંઠા અને કચ્છમાં તો અસર થશે પણ હવે તો ગુજરાતના આખા કોસ્ટલ એરિયાને અસર રહેશે. 680 કિમીના ઘેરાવામાં વાવાઝોડું હશે.
તેમણે એમ પણ કહ્યું કે સુર્ય મિથુન રાશીમાં આવશે એટલે કાળો કેર વરતાવશે. ઉત્તર મધ્ય ગુજરાતમાં તો આંધી વંટોળ 14થી 16 તારીખ સુધી જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં ધ્યાન રાખવું પડશે. વાવાઝોડાના 1 હજાર માઇલના વિસ્તારમાં તેની અસર થશે. વાવાઝોડું તીવ્રતાથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના લેયર જ્યારે ફરતા હોય ત્યારે ક્યારેક એવું લાગે કે નબળું પડે છે. પણ તે ભુલભરેલું છે. વાવાઝોડું 150 કિમીની ઝડપે ત્રાટકશે. તેમણે કહ્યું કે મારું વારંવાર કહેવાનું થાય છે કે આઇએમડીએ યોગ્ય ગાઇડલાઇન આપી છે. તે મુજબ સાવધ રહેવું જોઇએ. કોસ્ટલ એરિયાની સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં કચ્છમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વધુ અસર થશે અને ક્યાંક તો પૂર આવે તેવી સ્થિતી થશે. વાવઝોડાને હળવાશમાં ના લો…
વરતારો કરતાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ વધુ રહેશે. કોસ્ટલ એરિયાની સાથે જમીન એરિયાનું પણ વધુ ધ્યાન રાખવું પડશે. ઉત્તર પશ્ચિમી ભાગમાં ગંભીર અસર રહેશે. અમારે આગાહી ડરતા ડરતા કરવી પડે છે કારણ કે અફવા ફેલાવાનો મોટો વર્ગ છે અને અગાઉના વાવાઝોડા કરતા અલગ છે. ગુજરાત રાજસ્થાન અને પાકિસ્તાનમાં વધુ અસર છે અને ઉત્તર ગુજરાતમાં તો 14થી 18 તારીખ સુધી સતર્ક રહેવું પડશે. બે ચોમાસા ભેગા થઇ જશે. આ પરંપરાગત અમારો અભ્યાસ છે અને હવામાન વિભાગના અનુમાનને યોગ્ય ગણશો. સુર્ય મિથુન રાશિમાં આવશે એટલે વાવાઝોડાની અસર વધુ રહેશે.


