વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. 8 જિલ્લામાં લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની 597 ટીમ તૈયાર કરવામાં આવી છે. વાયર-પોલનો જરૂરી જથ્થો પણ સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવીને વીજ પૂરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે.NDRF અને SDRFની ટીમનો કાફલો પણ ગોઠવી દેવામા આવ્યો છે.સાથે સાથે BSF ચક્રવાતની અસરોથી ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે. તો કચ્છની તમામ નગરપાલીકાઓમાં હંગામી ચીફ ઓફીસરની નિમણુક કરવામાં આવી છે.




