Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

બિપરજોયનું મહાભયાનક સ્વરૂપ

સુલતાન અલ નેયાદીએ અવકાશમાંથી અરબી સમુદ્ર પર ભયંકર ચક્રવાત બિપરજોયના ફૂટેજ શેર કર્યો

aaspassdaily by aaspassdaily
2023-06-15 10:30:38
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉત્તર-પૂર્વી અરબી સમુદ્રમાં સર્જાયેલુ અને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારૂ બિપરજોય ચક્રવાતનો અત્યાર સુધીમાં ક્યારેય ના જોવાયેલો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનએ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપરજોય ચક્રવાતના ફૂટેજ જારી કર્યા છે. યુનાઇટેડ આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં અવકાશમાં ISSથી અરબી સમુદ્ર પર ભયંકર ચક્રવાત બિપરજોયના મંત્રમુગ્ધ કરનાર ફૂટેજ શેર કર્યા પછી ટ્વિટર પર ખૂબ જ તોફાન મચાવ્યું હતું.
હકીકતમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તૈનાત UAEના અંતરીક્ષ યાત્રી સુલ્તાન અલ નેયાદીએ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનો વીડિયો શેર કર્યો છે. 4:30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું કેટલું વિકરાળ છે. જે ધીમે-ધીમે ગુજરાત અને પાકિસ્તાનના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
વાયરલ વિડિયોમાં નેયાદી તેના કૅમેરાને જમીનથી સમુદ્ર સુધી પૅન કરે છે, જે સમુદ્ર પર વાદળોનું વિશાળ આવરણ દર્શાવે છે. જેમ જેમ ISS પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તેમ તેમ અરબી સમુદ્ર પરના સફેદ વાદળો જાણે ધીમે ધીમે માર્ગ આપત અહોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં બિપરજોયના ભયાનક વમળો છેક અનેક કિલોમીટર ઉપર અવકાશમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાયછે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલા બિપરજોય ચક્રવાતના વીડિયોમાં મહત્વની વાત એ છે કે, ચક્રવાતની આંખની આસપાસ ભયાનક નજારો છે. હજારો લીટર પાણી ચક્રવાતના મોજા સાથે ઉડી રહ્યું છે. ચક્રવાતની આ આંખનો ઘેરાવ અનેક કિલોમીટરનો હોઈ શકે છે તે આ વીડિયો પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વીડિયોમાં ચક્રવાતની આસપાસ ભયાનક વમળો જોઈ શકાય છે. જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, આ ચક્રવાત કઈ હદનું ભયાનક છે. જો 400 કિલોમીટર અવકાશમાંથી આટલો ભયાનક નજારો હોય તો જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકારાશે ત્યારે તે કઈ હદનું ભયાનક સ્વરૂપ ધારણ કરશે તેનો અંદાજ લગાવવો જ મુશ્કેલ છે.

Previous Post

માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ પરના તમામ જીવોની રક્ષા માટે અંબાજી ખાતે યજ્ઞ

Next Post

23 જૂને PM મોદી અમેરિકી સંસદને સંબોધન કરીને રચશે ઈતિહાસ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
23 જૂને  PM મોદી અમેરિકી સંસદને સંબોધન કરીને રચશે ઈતિહાસ

23 જૂને PM મોદી અમેરિકી સંસદને સંબોધન કરીને રચશે ઈતિહાસ

બિપરજોય બેબી: આશ્રયસ્થાનોમાં 510 બાળકના જન્મ

બિપરજોય બેબી: આશ્રયસ્થાનોમાં 510 બાળકના જન્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.