Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતના અનેક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ

સૌરાષ્ટ્રના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું: પોરબંદર-માધવપુરમાં દરિયો ગાંડોતૂર, જામનગરના બંદરે 10 નંબરનું સિગ્નલ લાગ્યું

aaspassdaily by aaspassdaily
2023-06-15 13:21:34
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું ગુજરાતની નજીક આવતા પવનની ગતિમાં વધારો થયો છે. માંગરોળમાં 90થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભારે પવન વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું ગુજરાતની સતત નજીક આવી રહ્યું છે. જેના કારણે તેની અસર પણ વર્તાવા લાગી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
જામનગરના દરિયામાં દેખાઈ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે જામનગરના રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળતા 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
વાવાઝોડું લેન્ડફોલ થાય તે પહેલાં ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટને લઇ પાણી માછીમારોની બોટો સુધી પહોંચ્યું છે. દરિયાના પાણી સુરક્ષિત રખાયેલી બોટો નજીક પહોંચ્યા છે. દરિયામાં કરંટ વધે તો માછીમારોની બોટોને નુકસાન થઇ શકે છે.
પોરબંદર-માધવપુરમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. 90થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસર માધવપુરના દરિયામાં જોવા મળી રહી છે. દરિયામાં 20થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.જૂનાગઢના માંગરોળમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંગરોળમાં ભારે પવન વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 80થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વાવાઝોડાના ખતરાને જોતા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા 2 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
વાવાઝાડાના કારણે સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધનપુરા, રામપુરા, ગાંભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વિજયનગર તાલુકામાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે પવનની ગતિમાં વધારો થયો છે.

Previous Post

કચ્છમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ: દરિયો ગાંડોતૂર, વૃક્ષો ધરાશાયી

Next Post

બિપરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા તાકીદ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
બિપરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા તાકીદ

બિપરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા તાકીદ

બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ

બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.