વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચમાં હાર બાદ હવે ભારતીય ટીમ આગામી WTC એડિશનમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર તેની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમશે. આ પ્રવાસ પર રમાનારી 2 મેચોની ટેસ્ટ શ્રેણી માટે ટીમની પસંદગી પર બધાની નજર છે. કારણ કે જ્યાં કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ટેસ્ટ ટીમમાંથી કેટલાકની રજા નિશ્ચિત છે. જેમાં ત્રીજા નંબરે રમી રહેલા ચેતેશ્વર પૂજારાનું નામ મુખ્ય રીતે સામેલ છે. જેની જગ્યાએ ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ટીમે ડોમિનિકા અને ત્રિનિદાદમાં 2 ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાના ટોપ 5 બેટ્સમેનોમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ વર્ષે ટેસ્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન જોનારા પૂજારાના સ્થાનને લઈને શંકા છે.
યશસ્વી જયસ્વાલ પર વિશ્વાસ કરી શકાય
ચેતેશ્વર પૂજારા છેલ્લી 52 ઇનિંગ્સમાં માત્ર એક જ વખત સદી ફટકારવામાં સફળ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના સ્થાનને લઈને છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ ચર્ચા જોવા મળી રહી છે. હવે પસંદગી સમિતિ પણ આ અંગે મોટો નિર્ણય લેવા માટે લગભગ તૈયાર છે. આવી સ્થિતિમાં પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવે તો પણ તેને પ્લેઈંગ 11માં મળવો મુશ્કેલ છે.
યુવા ડાબોડી ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને આ સ્થાન પર તક આપવામાં આવી શકે છે. જયસ્વાલે આઈપીએલની 16મી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે કુલ 625 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 80.21ની એવરેજથી 1845 રન બનાવ્યા છે, જેમાં 9 સદી અને 2 અડધી સદી કરી છે.જેમાં 9 સદી અને 2 અડધી સદી કરી છે




