એઆઈ ટેક્નિક વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. એઆઈના ઘણા ફાયદા છે તો તેના કેટલાક નુકસાન પણ છે. 119 કંપની લીડર્સમાંથી 42 ટકાનું માનવું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં આગામી 5-10 વર્ષમાં માનવતાને ખત્મ કરવાની ક્ષમતા છે.
ટ્વિટર અને ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક સહિત ઘણા ટોપ ટેકનિકલ સીઈઓ માનવતા પર કુત્રિમ બુદ્ધિમત્તાના હાવી થવાના કારણે ચિંતિત છે. યેલ સીઈઓ શિખર સમ્મેલનમાં સીએનએન દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ સર્વે અનુસાર 42 ટકા સીઈઓનું માનવું છે કે એઆઈ આગામી થોડા વર્ષોમાં માનવતા પર હાવી થઈ શકે છે. સર્વેક્ષણમાં પુછવામાં આવ્યું કે AI હાલ તેના જનરેટિવ સ્ટેજમાં છે, જેવું હાલ ChatGPTમાં જોવામાં આવ્યું છે. માનવ સભ્યતા માટે ખતરો સર્જાઈ શકે છે. જ્યારે 58 ટકા લોકોને વિશ્વાસ નહોતો કે એઆઈ એક ખતરો સર્જી શકે છે. કોકા-કોલા, વોલમાર્ટ અને જેરોક્સ જેવી કંપનીઓના સીઈઓના ઈન્ટરવ્યુમાં આ ખતરા અંગે વિશેષ જાણકારી મળી હતી.
ઓપનઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું માનવું છે કે એઆઈના પગલે કેટલીક નવી નોકરીઓની તકો સર્જાશે. જોકે એલન મસ્ક, સ્ટીફન હોકિંગ અને બિલ ગેટ્સે AIના સંભવિત ખતરાની ચેતવણી આપી અને કહ્યું કે આ માનવતા માટે અસતિત્વગત ખતરો હોઈ શકે છે અને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે. લગભગ 34 ટકા CEOનું કહેવું છે કે AI આમ જોઈએ તો 10 વર્ષમાં માનવતાને નષ્ટ કરી શકે છે. આ પૈકીના લગભગ 8 ટકાનું કહેવું છે કે વિનાશ હવે માત્ર પાંચ વર્ષમાં થઈ શકે છે. જ્યારે લગભગ 58 ટકા સીઈઓનું કહેવું છે કે AI ક્યારેય મનુષ્ય પર હાવી થશે નહીં અને તે ચિંતિત નથી.






