ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણી 2023ની પ્રથમ મેચ બર્મિંગહામમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 393 રન અને ઓસ્ટ્રેલિયાએ 386 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. એન્ડરસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1100 વિકેટ પૂરી કરી. એન્ડરસને ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટમાં 686 વિકેટ લીધી છે. આ સિરીઝમાં તે 700 વિકેટ પણ પૂરી કરી શકે છે.
એન્ડરસને અત્યાર સુધી 289 ફર્સ્ટ ક્લાસ મેચમાં 1100 વિકેટ ઝડપી છે. આ દરમિયાન એક ઇનિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રનમાં 7 વિકેટ લેવાનું હતું. એન્ડરસને 54 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. તેણે 6 વખત દસ વિકેટ પણ લીધી છે. જો આપણે તેની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ તો તે પણ શાનદાર રહ્યો છે. એન્ડરસને 334 ઇનિંગ્સમાં 686 વિકેટ લીધી છે. તે એશિઝ શ્રેણીમાં 700 વિકેટ પૂરી કરી શકે છે. આ માટે હવે તેમને 14 વિકેટની જરૂર છે.
તેણે 194 વનડેમાં 269 વિકેટ લીધી છે. એન્ડરસને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 18 વિકેટ ઝડપી છે. તેણે લિસ્ટ Aની 261 મેચમાં 358 વિકેટ લીધી છે.
ઉલ્લેખનીય છે કે, એશિઝ સીરિઝ 2023ની પ્રથમ મેચ બર્મિંગહામમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 393 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 386 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં બેટિંગ કરી રહી છે. ટીમ માટે પ્રથમ દાવમાં જો રૂટે શાનદાર સદી ફટકારી હતી. તેણે અણનમ 118 રન બનાવ્યા હતા. આ સાથે જ જેક ક્રાઉલીએ 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ સદી ફટકારી હતી. તેણે 141 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટનો ત્રીજો દિવસ પૂરો થઈ ગયો છે. આ મેચના ત્રીજા દિવસના અંત સુધી ઈંગ્લેન્ડની ટીમ 28 રનમાં 2 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી છે. આ રીતે ઈંગ્લેન્ડની લીડ 35 રનની થઈ ગઈ છે. આ સમયે ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને ઓલી પોપ અણનમ છે. જ્યારે ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકટ પેવેલિયન પરત ફર્યા છે. જેક ક્રાઉલી 25 બોલમાં 7 રન બનાવીને સ્કોટ બોલેન્ડની ઓવરમાં આઉટ થયો હતો. તે જ સમયે, બાન ડકેટ 28 બોલમાં 19 રન બનાવીને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સનો શિકાર બન્યો હતો.






