Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ

રાજ્યમાં સુ:ખ, શાંતિ અને સમુદ્ધિ માટે મુખ્યમંત્રી પટેલે મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરી

aaspassdaily by aaspassdaily
2023-06-20 10:28:41
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટ્યા હતા.
વહેલી સવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા છે. વહેલી સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
પહિંદ વિધિ સંપન્ન થયાં બાદ સવારે 7 વાગ્યા ભગવાન જગન્નાથજીનો રથ નિજમંદિરેથી બહાર નિકળ્યો તે પછી સવારે 7:05 વાગ્યે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ બહાર નિકળ્યો હતો.
ભગવાન જગન્નાથની રથયાત્રા 146 વર્ષથી આ ક્રમમાં પ્રતિવર્ષે ચાલતી આવી છે. રાજ્યમાં સુ:ખ, શાંતિ અને સમુદ્ધિ માટે ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાર્થના કરી જણાવ્યું હતું કે, આજે પુન: ભગવાન નગરયાત્રાએ નિકળી અને પ્રજાજનોને દર્શન આપવાના છે ત્યારે મારું પણ સદ્ભાગ્ય છે કે આજે મને ભગવાન જગન્નાથના પુજન-અર્ચન કરવાનો મોકો મળ્યો છે. હું મારી જાતને સદ્ભાગી સમજુ છું. આજે આપણે સૌ મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ કે, ગુજરાત હરહંમેશ સદ્ભાવના, એકતા, સુ:ખ શાંતિ અને સમુદ્ધિ સાથે આગળ વધે તેના માટે ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હું પણ પ્રાર્થના કરું છું. આ વર્ષ અષાઢીબીજ એટલે કચ્છીબંધુનું નવું વર્ષ. દેશ અને દુનિયામાં વસતા દરેક કચ્છીબંધુને મારી ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવું છું. જય જય જગન્નાથ.

જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન

ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. આ નવા રથ જૂના રથની ડિઝાઇન અને તેના માપ મુજબ જ બનાવવામાં આવ્યા છે. નવા રથની ઊંચાઈ અને પહોળાઈ જૂના રથ પ્રમાણે જ છે. એકમાત્ર નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. રથની વચ્ચે ભગવાનને બેસાડવામાં આવે છે તેની બાજુના પિલર બનાવવામાં આવેલા છે, તેની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

Previous Post

શારજાહથી આવેલા યુવક-યુવતી પાસેથી લિક્વિડ સ્વરૂપે 80 તોલા સોનું મળ્યું

Next Post

બાલાસોર રેલ દુર્ઘટના: સિગ્નલ જુનિયર એન્જિનિયર પરિવાર સહિત ફરાર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
બાલાસોર રેલ દુર્ઘટના: સિગ્નલ જુનિયર એન્જિનિયર પરિવાર સહિત ફરાર

બાલાસોર રેલ દુર્ઘટના: સિગ્નલ જુનિયર એન્જિનિયર પરિવાર સહિત ફરાર

કોઈપણ વ્યક્તિની આ 5 આદતોથી ક્રોધિત થઈ જાય છે માતા લક્ષ્મી, બનાવી દે છે કંગાળ

કોઈપણ વ્યક્તિની આ 5 આદતોથી ક્રોધિત થઈ જાય છે માતા લક્ષ્મી, બનાવી દે છે કંગાળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.