Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ

લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે: સોનાની કુહાડીથી કાપવામાં આવે છે વૃક્ષો

aaspassdaily by aaspassdaily
2023-06-20 10:28:19
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દર વર્ષે અષાઢી બીજના દિવસે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. પુરી રથયાત્રા માટે લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ચાર પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે. પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ચૂકી છે. આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જે બીજા દિવસે સાંજે 7 વાગ્યે સમાપ્ત થશે.
પુરીની રથયાત્રા તેની ભવ્યતા અને મહિમા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આખું વર્ષ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. પુરીની રથયાત્રામાં દેશ-વિદેશના લોકો ભારે ઉત્સાહથી સામેલ થાય છે. પુરીના ભગવાન જગન્નાથ ધામની ગણના પ્રસિદ્ધ ચાર ધામોમાં થાય છે.
ભગવાન જગન્નાથના રથમાં 16 પૈડાં હોય છે. તેને સામાન્ય રીતે 45 ફૂટ ઉંચા રાખવામાં આવે છે. રથ બનાવવા માટે ખાસ પ્રકારનું લાકડું એટલે કે લીમડાના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલમાં જઈને લીમડાના વૃક્ષોની સૌથી પહેલા મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી સોનાની કુહાડીથી વૃક્ષોને કાપવામાં આવે છે. ત્રણેય રથ બનાવવા માટે કુલ 884 વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ રથ બનાવવામાં ખીલી કે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

દર 12 વર્ષે બદલવામાં આવે છે મૂર્તિ
પુરીના જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ બદલવાની પરંપરા છે. જ્યારે અહીં મૂર્તિ બદલવામાં આવે છે. તે સમયે ખૂબ જ મુશ્કેલ વિધિ અપનાવવામાં આવે છે. જૂની મૂર્તિને કાઢીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. નવી મૂર્તિના સ્થાપન સમયે ત્યાં ચારેબાજુ અંધારું કરી દેવામાં આવે છે. કોઈ કોઈને જોઈ શકતું નથી અને જે પૂજારીઓ મૂર્તિની સ્થાપના કરે છે, તે સમયે તેમની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. આ પ્રક્રિયાને જોવી અશુભ માનવામાં આવે છે.

Previous Post

પુરીમાં રથયાત્રા ભક્ત સાલબેગની મઝાર પર વિશ્રામ બાદ જ આગળ વધે છે

Next Post

અમદાવાદના પટેલ દંપતીનું અપહરણ

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
અમદાવાદના પટેલ દંપતીનું અપહરણ

અમદાવાદના પટેલ દંપતીનું અપહરણ

કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી- શક્તિસિંહ

કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી- શક્તિસિંહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.