Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

બાલાસોર રેલ દુર્ઘટના: સિગ્નલ જુનિયર એન્જિનિયર પરિવાર સહિત ફરાર

ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે છેડછાડ કરવાની શંકા : CBIએ જુનિયર એન્જિનિયરના ઘરને સીલ કરી દીધું

aaspassdaily by aaspassdaily
2023-06-20 10:39:43
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓડિશાના બાલાસોર રેલવે ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIએ મોટી કાર્યવાહી કરી છે. જણાવી દઈએ કે સીબીઆઈએ સોરો સેક્શન સિગ્નલના જુનિયર એન્જિનિયરના ઘરને સીલ કરી દીધું છે, જ્યાં તે ભાડેથી તેના પરિવાર સાથે રહેતો હતો. હાલ બહાનાગા રેલ્વે સ્ટેશન બાલાસોર પર અકસ્માત બાદ સીબીઆઈ દ્વારા સિગ્નલ જેઈની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારથી તે તેના પરિવાર સાથે ગુમ છે.
એ વાત તો નોંધનીય છે કે બાલાસોર અકસ્માતમાં રેલવે દ્વારા CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. સીબીઆઈ પૂછપરછ દરમિયાન સિગ્નલ જેઈની અજ્ઞાત સ્થળે પૂછતાછ કરી હતી. જે બાદથી જ સિગ્નલના જુનિયર એન્જિનિયર (je) અને તેના પરિવાર સાથે ગુમ છે. સીબીઆઈની ટીમ 16 જૂને બાલાસોરથી નીકળી ગઈ હતી પરંતુ સોમવારે અચાનક પરત આવી અને સિગ્નલ જેઈના ઘરને સીલ કરી દીધું. અકસ્માત બાદ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડની આશંકા હતી. આ પછી તપાસ એજન્સી આ કેસમાં સામેલ થઈ ગઈ હતી.
સરકાર તરફથી સૂચના મળ્યા બાદ એજન્સીએ 6 જૂનથી મામલાની તપાસ હાથ ધરી હતી. તેમની તપાસ શરૂ કરતી વખતે, એજન્સીના અધિકારીઓએ અજ્ઞાત સ્થળે સિગ્નલ જેઈ આમિર ખાન સહિત ઘણા રેલવે કર્મચારીઓની પૂછપરછ કરી. પૂછપરછ બાદ તમામને છોડી મુકવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ CBIની ટીમ સોમવારે ફરી આમિર ખાનની પૂછપરછ કરવા માટે તેના ભાડાના મકાન પર પહોંચી હતી પણ ઘરમાં તાળું લાગેલ જોવા મળ્યું હતું. આસપાસ પૂછવા પરથી ખબર પડી કે તે તેના પરિવાર સાથે છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે. એ બાદ તેના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે.

ઈન્ટરલોકીંગ સિસ્ટમ પેનલને પણ સીલ કરી દેવામાં આવી
એજન્સીના અધિકારીઓએ તપાસ શરૂ કરતાં જ સૌપ્રથમ બહાનાગા રેલવે સ્ટેશનની લોગબુક, ટેકનિકલ સાધનો અને રિલે પેનલ જપ્ત કરી લીધી હતી. આ સાથે બહાનગા રેલ્વે સ્ટેશન અને તેમાં લગાવવામાં આવેલ ઈન્ટરલોકીંગ સિસ્ટમ પેનલને પણ સીલ કરી દેવામાં આવી છે, જેથી કોઈ તેની સિગ્નલ સિસ્ટમ સુધી પહોંચી ન શકે. આવી સ્થિતિમાં સીબીઆઈ દ્વારા જેઈના ઘરને સીલ કરવામાં આવતા ઈન્ટરલોકીંગ સિસ્ટમમાં ચેડાં થવાની શક્યતાઓ સાચી સાબિત થઈ રહી છે.

Previous Post

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ

Next Post

કોઈપણ વ્યક્તિની આ 5 આદતોથી ક્રોધિત થઈ જાય છે માતા લક્ષ્મી, બનાવી દે છે કંગાળ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી
તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

April 9, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
Next Post
કોઈપણ વ્યક્તિની આ 5 આદતોથી ક્રોધિત થઈ જાય છે માતા લક્ષ્મી, બનાવી દે છે કંગાળ

કોઈપણ વ્યક્તિની આ 5 આદતોથી ક્રોધિત થઈ જાય છે માતા લક્ષ્મી, બનાવી દે છે કંગાળ

ફેસબુકે એકાઉન્ટ બ્લોક કર્યું, ત્યારબાદ રિટર્ન તરીકે 41 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા

ફેસબુકે એકાઉન્ટ બ્લોક કર્યું, ત્યારબાદ રિટર્ન તરીકે 41 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.