OnePlusએ ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર વનપ્લસના નેક્સ્ટ નોર્ડ સિરીઝના સ્માર્ટફોન માટે શેર કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, કંપની પહેલા જ Nord CE 3 Lite 5G લોન્ચ કરી ચૂકી છે. હવે કંપની OnePlus Nord CE 3 5G લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલને લઈને અત્યાર સુધી ઘણા લીક રિપોર્ટ્સ સામે આવ્યા છે.
વનપ્લસ કોમ્યુનિટી પેજ પર ટીઝર દેખાયું છે, જેમાં હેન્ડસેટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે આમાં નેક્સ્ટ નોર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ‘ધ લેબ’ અભિયાનનું પણ આયોજન કરવામાં આવશે. ખરેખર, OnePlus Nord CE 3 5G ને લઈને તાજેતરમાં ઘણા લીક્સ રિપોર્ટ્સ સામે આવ્યા છે.
લોન્ચ તારીખ જાહેર નથી
OnePlus Nord CE 3 5G ની લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં દસ્તક આપશે અને તે OnePlus Ace 2Vનું રિબ્રાન્ડેડ વર્ઝન હશે, જે ચીનમાં લૉન્ચ થઈ ચૂક્યું છે. OnePlusનો આ આગામી ફોન બે સ્ટોરેજ ઓપ્શન્સમાં પ્રવેશ કરી શકે છે, જે 128GB અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજમાં પ્રવેશ કરશે. યુરોપિયન માર્કેટમાં તેને 8GB અને 16GB રેમમાં લોન્ચ કરવામાં આવશે.
OnePlus Nord 3 ની અપેક્ષિત કિંમત
ભારતમાં OnePlus Nord 3 ની અપેક્ષિત કિંમત જાહેર કરવામાં આવી છે. માય સ્માર્ટ પ્રાઈસના રિપોર્ટ અનુસાર, OnePlus Nord 3 નું બેઝ વેરિઅન્ટ લગભગ 35,000 રૂપિયામાં ઓફર કરી શકાય છે અને 256GB સ્ટોરેજ સાથેનું વેરિઅન્ટ લગભગ 40,000 રૂપિયામાં ઑફર કરી શકાય છે. જોકે કંપનીએ હજુ સુધી તેનું કન્ફોર્મેશન કર્યું નથી.
OnePlus Nord 3ની અપેક્ષિત ફિચર્સ
આ OnePlus ફોનના સ્પેસિફિકેશન ચીનમાં લૉન્ચ થયેલા OnePlus Ace 2V જેવા જ હોઈ શકે છે. ભારતમાં આવતા આ ફોનમાં 120Hz AMOLED ડિસ્પ્લે, MediaTek Dimensity 9000 પ્રોસેસર અને 5000mAh બેટરી મળી શકે છે.
OnePlus Nord 3નો અપેક્ષિત કેમેરા
OnePlusના આ આવનારા હેન્ડસેટમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપનો ઉપયોગ કરી શકાય છે. આમાં, પ્રાઈમરી કેમેરા 64MPનો હશે, જ્યારે અન્ય સેન્સર્સ ચાઈનીઝ વેરિઅન્ટથી અલગ હોઈ શકે છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 16MP સેલ્ફી કેમેરા ઉપલબ્ધ હશે.






