આદિપુરૂષ’ ફિલ્મ સામે ભગવાન રામની જન્મભુમિ અયોધ્યામાં પણ વિરોધ જાગ્યો છે. અહીંના એકમાત્ર થિયેટરમાં લાગેલી ફિલ્મ ‘આદિપુરૂષ’નો શો બંધ કરાવવા શ્રીરામ સેનાના કાર્યકરો પહોંચ્યા હતા અને દર્શકોને થીયેટરમાંથી બહાર કાઢે છે અને ફિલ્મનો શો બંધ કરાવ્યો હતો.
શ્રીરામ સેનાએ દર્શકોને અપીલ કરી હતી કે આપની ટિકીટનુ રિફંડ અમે આપશું. ફિલ્મ ન જુઓ દરમ્યાન આદિપુરૂષ સામે વારાણસીથી માંડીને હરિદ્વાર, લખનૌમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. શ્રીરામ સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેસિંહે જણાવ્યું હતું કે ખોટી ફિલ્મ બનાવાઈ છે.અમારી સંસ્કૃતિ સાથે રમત રમવામાં આવી રહી છે.જેને અયોધ્યાના લોકો સહન નહીં કરે.અયોધ્યામાં આદિપુરૂષ કોઈ કિંમતે નહી ચાલે. લખનૌમાં આદિપુરૂષ ફીલ્મને લઈને અખિલ ભારત હિન્દુસભાએ જણાવ્યું હતું કે આ ફિલ્મે સનાતન ધર્મનું અપમાન કર્યું છે. હરિદ્વારમાં આદિપુરૂષ સામે સંત સમાજે જોરદાર વિરોધ પ્રદર્શન કરી લોકોને ફિલ્મ ન જોવા અપીલ કરી હતી અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માંગણી કરીહતી. વારાણસીમાં દેખાવકારોએ મલ્ટી પ્લેકસ પહોંચી દેખાવો કરી ફીલ્મના પોસ્ટર ફાડયા હતા અને હનુમાન ધ્વજ લહેરાવ્યો હતો.




